September 3, 2024

ઝગડીયા ની ફ્લોમેટાલિક કંપની ની GPCB દ્વારા આયોજિત જાહેર સુનાવણી યોજાયા બાદ સુનાવણી મા ગણ્યાગાંઠ્યા લોકો ને બોલાવતા જાગૃત નાગરીકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે….

Share to

ઉદ્યોગો દ્વારા CSR ના નામે માત્ર ભોળા ગ્રામજનો ને છેતરી રહ્યા છે અને તેઓ સાથે અન્યાય થઈ રહ્યો હોઈ તેમ જણાવ્યું …::સ્થાનિક આગેવાન

ભરૂચ જિલ્લા ના ઝગડીયા GIDC સ્થિત પ્લોટ નંબર 824 માં કાર્યરત ફ્લોમેટાલીક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા તેના ફેરકાસ્ટિંગ ઉત્પાદનોની સુવિધાના પ્રસ્તાવિત વિસ્તરણ માટે તારીખ 06-07-2023 ના રોજ ઝઘડિયા કોમ્યુનિટી હોલ ખાતે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના અસરગ્રસ્ત વિસ્તારમાં આવતા 62 જેટલા ગ્રામ પંચાયતોના ગ્રામજનો આગેવાનોને ઉપસ્થિત રહેવાની જાહેરાત કંપની દ્વારા કરવામાં આવી હતી પરંતુ તેમાં ગણ્યાગાંઠીયા લોકો ને બોલાવી અને લોક સુનાવણી પૂર્ણ કરી દેવામાં આવી હતી જેને લઈ કેટલાક સામાજિક કાર્યકરો, આગેવાનો પર્યાવરણપ્રેમીઓ, ઝગડીયા તાલુકાના સ્થાનિક પત્રકારો ને બોલવામાં ના આવતા કંપની ના આયોજન બાબતે સવાલો ઉભા થયા છે અને આક્ષેપો થઈ રહ્યા છે કે લોક સુનાવણી મા જયારે કોઈ સવાલ કરવા વાળા જાણકાર વ્યક્તિજ ના હોઈ તો આ સુનાવણી રાખવાનો મતલબ શુ??..

અને એક મહિના પેહલા જો કાર્યક્રમ માટે હોલ બુક થઈ શકે તો આ સમય દરમિયાન સ્થાનિક લોકો, સામાજિક કર્યકરો સહિત અસરગ્રસ્ત ગામો ના લોકો ને કેમ જણાવામાં ન આવ્યું તે એક પ્રશ્ન? અને લોક સુનાવણી ના દિવસેજ લોક સુનાવણી નું જાહેરાત કરતું બોર્ડ કેમ લગાવવામા આવ્યું..કેમ અગાઉના દિવસો દરમિયાન લોક સુનાવણી નું બોર્ડ ના લગાવ્યું તેમ સ્થાનિક લોકો સવાલ કરી રહ્યા છે…

અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 06-07-2023 યોજાયેલી લોક સુનાવણીમાં જે લોકોને ઉપસ્થિત રહેવા માટે જણાવાયું હતું તેમને કંપની બાબતે કે તેના ઉત્પાદન બાબતે કોઈ જ જાણકારી ન હોય તેવા સંજોગોમાં કંપની દ્વારા જે તે ગ્રામ પંચાયત નાગરિકો તથા સંસ્થાઓને કંપની બાબતે પહેલા જાણકારી આપવામાં આવે, શું ઉત્પાદન કરે છે તે જણાવવામાં આવે અને આવનારા નવા પ્રોજેક્ટ દરમિયાન શું શું સમસ્યાઓ અને તેના નિરાકરણો બાબતે અવગત કરવામાં આવે તેવી પણ ચર્ચા થઈ હતી. ઉપસ્થિત ગ્રામજનોએ જીઆઇડીસી ની આજુબાજુના ગામોના ભૂગર્ભ જળ પણ બગડી રહ્યા હોય તે બાબતે આવનારા દિવસોમાં ખૂબ મોટી સમસ્યાઓ ઊભી થવાની છે તેવી ચિંતા જીપીસીબી ના અધિકારી સમક્ષ વ્યક્ત કરી હતી ત્તયારે આ બાબતે કેટલાક સરપંચો દ્વારા સૌચાલય સહિત અન્ય CSR અંતર્ગત થતી પ્રવૃત્તિ ને માત્ર દેખાવા રૂપ ગણાવ્યું હતું અને ઉદ્યોગો દ્વારા CSR ના નામે માત્ર ભોળા ગ્રામજનો ને છેતરી રહ્યા છે અને અન્યાય કરી રહ્યો હોઈ તેમ જણાવ્યું હતું ત્યારે ઉદ્યોગો દ્વારા વાયુ પ્રદુષણ તેમજ ધ્વનિ પ્રદુષણ બાબતે અસરગ્રસ્ત લોકો ને જણાવવાનું હોઈ છે પરંતું GPCB તેમજ ફ્લોમેટાલિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા આ બાબતે કોઈ પણ જાત ની વિસ્તૃત માહિતી પુરી પાડવામાં નથી આવી તેવા પણ આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યા હતા..


Share to

You may have missed