નેત્રંગ  – ડેડીયાપાડા રોડ પર.કુપ ગામના પાટીયા પાસે થી મોટરસાયકલ પર હેરાફેરી થતો બિયર ના ટીન ના જથ્થા સાથે  પોલીસે એક ને ઝડપીલઇ જેલ હવાલે કયાઁ.

Share toકુલ્લે રૂપિયા ૫૬,૭૦૦/= નો મુદામાલ જપ્ત.

નેત્રંગ.  તા,૦૯-૦૭-૨૩.

નેત્રંગ પોલીસે, નેત્રંગ  – ડેડીયાપાડા રોડ પર આવેલ કુપ ગામના પાટીયા પાસેથી વિદેશી બિયર ની હેરાફેરી કરતો એક મોટરસાયકલ ચાલક ને ઝડપીલઇ કુલ્લે રૂપિયા ૫૬,૭૦૦/= ના મુદામાલ જપ્ત કરી જેલ હવાલે કરી વિદેશી બિયર નો જથ્થો આપનાર તેમજ લેનાર બુટલેગરો ને ઝડપી લેવાના ચકોગતિમાન કયાઁ છે.                                                              બીજી તરફ નેત્રંગ  ડેડીયાપાડા તેમજ ઉમરપાડા કેવડી તરફ થી વિદેશી દારૂ ની હેરાફેરી મોટા પ્રમાણ વધી ગય હોવા છતા પોલીસ તંત્ર થકી ચેકપોસ્ટો સકીય નહિ કરતા બુટલેગરોને મોકળુ મેદાન મળી ગયુ છે.                                                               નેત્રંગ પોલીસનો સ્ટાફ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહીબીશન, જુગાર અંગેની વોચ તપાસમાં પેટ્રોલીંગમા હતો, અને તે દરમ્યાન ચોકસ બાતમીદાર થી મળેલ બાતમી મુજબ  થવા તરફથી એક ઇસમ મોટરસાયકલ પર વિદેશી દારૂ નો જથ્થો લઇ ને નેત્રંગ તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતા કુપ ગામ ના પાટીયા પાસે વોચ ગોઠવી નંબર પ્લેટ વગરની એક મોટરસાયકલ ચાલક લઇ ને આવતા અને તેને અટકાવતા તેની પાસે નો પ્લાસ્ટીક ના કોથળા ને ખોલાવતા તેમાંથી વિદેશી બિયર નો જથ્થો માલુમ પડેલ જેની ગણતરી કરતા કુલ ૬૨ નંગ બિયર ટીન જેની કિંમત રૂપિયા ૬૨૦૦/= મોબાઇલનંગ ૧ જેની કિંમત રૂપિયા ૫૦૦/= મોટરસાયકલ ની કિંમત રૂપિયા ૫૦,૦૦૦/= મળી કુલ્લે રૂપિયા ૫૬,૭૦૦/= ના મુદામાલ સાથે નમઁદા જીલ્લા ના ડેડીયાપાડા તાલુકા ના જુનારાજ નવીવસાહત સેજપુર ગામનો નરેશ ચંદુભાઇ વસાવાને ઝડપીલઇ જેલ હવાલે કરી દીધો છે. જ્યારે આ માલ આપનાર તેનાજ ગામનો જયદીપ જયસીંગ વસાવા સેજપુરને તેમજ માલ રાખનાર નેત્રંગ ના કેલ્વીકુવા ગામનો રૂપેશ નંદલાલ વસાવા ને ઝડપી લેવાના ચકોગતિમાન નેત્રંગ પોલીસે કયાઁ છે.


*વિજય વસાવા નેત્રંગ*


Share to