November 21, 2024

મીડિયાના અહેવાલ બાદ અધિકારીઓએ ખેડૂતોની મુલાકાત લીધી…

Share to

અશા-માલસર બ્રિજને જોડતા રોડને પહોળું કરવાની કામગીરીને ખેડૂતો એ અટકાવતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા….મીડિયા ના એહવાલ બાદ સરકારી બાબુઓ દોડતા થયા…

સવાલ એ છે કે માર્ગમકાન વિભાગ દ્વારા ખેડૂતો ની જાણ બહાર જ વિના મંજૂરી ખેતરમાં કરેલ પાક વાળી જમીન ને ખોદી નાંખી.. તો શુ કોન્ટ્રાકટર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઉપર આ બાબતે કોઈ પૂછ પરછ કે કોઈ કાર્યવાહી થશે ખરી….??


ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અશા અને વડોદરા જિલ્લાના માલસર સાથે જોડતો નર્મદા નદી પર નવીન પુલ બનાવવાની કામગીરી પુર્ણ થઇ ગયેલ છે,ત્યારે નર્મદા નદી પરના આ નવા પુલનું ટૂંક સમયમાં જ ઉદઘાટન કરવામાં આવનાર હોય પુલને જોડતા રસ્તા પર વરાછા ગામથી ઝઘડિયા તાલુકાના વડીયા તળાવ સુધીના રસ્તાને પહોળો કરવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવી હતી, આ રસ્તાને સાઈડ ઉપર થી ચાર ચાર મીટર સુધી પહોળો કરવા માટે ખોદી નાખવામાં આવ્યો છે.

અધિકારીઓ દ્વારા ખેડૂતોને કોઈ પણ જાતની જાણ કર્યા વિના તેમના ખેતરોમાં પાકને ખોદી નાખી ખેતરમાં ચાર ચાર ફૂટ સુધી રસ્તાને પહોળું કરવાની કામગીરી બાદ ખેડૂતો એ ગઈકાલે કામ બંધ કરાવી વિરોધ નોંધાવ્યો હતો જે સમાચાર મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ આજરોજ નર્મદા જિલ્લા તેમજ વડોદરા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવી ખેડૂતો સાથે વાતચીત કરતા મામલો થાળે પાડ્યો હતો અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે ઉપલા લેવલે રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ, સ્થળ પર આવેલા અધિકારીઓ એ ખેડૂતોને પાંચ દિવસમાં લેખિતમાં વળતરની યોગ્ય માહિતી આપવા આવશે અને ટૂંક સમયમાં તમામ ખેડૂતોને વળતર આપવામાં આવશે તેવું આશ્વસન આપ્યું હતું, વળતર માટે અધિકારીઓ દ્વારા લેખિતમાં ખેડૂતોને જાણ કરવામાં આવશે ત્યારબાદ જ કામ શરૂ કરવા દેવામાં આવશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું..

ત્યારે ગેરકાયદેસર રીતે વિના જમીન સંપાદન, માપણી સર્વે કે પછી કોઈ પણ ખેડૂત માલિક ની મંજૂરી લીધા વિના શુ આ રીતે રાતોરાત કોઈ પણ જમીન માલ મિલકત ને નુકશાન કરવું કેટલું યોગ્ય ? અને જો કોઈ સામાન્ય વ્યક્તિ સરકારી માલ મિલકત ને નુકશાન કરે તો તેને કાયદા મુજબ સજા કરવામાં આવે છે…. ત્યારે વરાછા ગામે કેરેલ ખોદકામ મા કોન્ટ્રાકટર અને માર્ગ મકાન વિભાગ ના અધિકારીઓ ની અનાધિકૃત રીતે ગેરકાયદેસર કોઈ ની માલિકી મા પ્રવેશ બદલ અને ત્યાંની માલ મિલ્કત ને નુકશાન પોહચાડવા બદલ કોઈ ઉચ્ચ કક્ષા ના અધિકારીઓ દ્વારા આ બાબતે કોન્ટ્રાકટર અને માર્ગ મકાન વિભાગ ના અધિકારીઓ ને સજા થશે ખરી ? કે પછી આ બાબતે ઉચ્ચઅધિકારીઓ ભીનું સંકેલી લેશે તે જોવું રહ્યુ


Share to

You may have missed