October 4, 2024

રાજપીપળા ના ત્રણેય CNG પમ્પ 4 દિવસ થી બંધ રહેતા વાહન ચાલકો અટવાયા

Share to



ગેસ આધારિત રીક્ષા ફેરવી રોજગારી મેળવતા ઘણા લોકો ને આર્થિક નુકશાન વેઠવાનો વારો

ઈકરામ મલેક:રાજપીપળા, નર્મદા

નર્મદાના મુખ્ય મથક રાજપીપળા ની આસપાસ આવેલા ગુજરાત ગેસ કંપની સંચાલિત સીએનજી પમ્પ છેલ્લા 4 દિવસથી બંધ રહેતા હજારો વાહન ચાલકોને અટવાનો વારો આવ્યો છે..

આથી CNG વાહનો ધરાવતા લોકો અને CNG રિક્ષાઓ ફેરવી રોજગારી મેળવતા ઘણા બધા લોકો ને મુશ્કેલીઓ પડી રહી છે.

આ મામલે “દુરદર્શી ન્યુઝ” ના પ્રતિનિધિ એ ગુજરાત ગેસ કંપની ના અધિકારી ઓ સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે ગુજ ગેસ કંપની દ્વારા વરસ મા એક વાર પાઇપ લાઈન નું માઈન્ટેનસન કરવું જરૂરી હોવાથી 5 દિવસ માટે વાવડી, ભડામ અને ધનપોર પાસે આવેલ ત્રણેય પમ્પ નું સપ્લાય બંધ કરાયું છે, વાવડી ગામે અવેલ મુખ્ય પમ્પ આજ થી શરૂ કરી દેવાયું છે અને અન્ય બે પમ્પ 5 તારીખ સુધી રાબેતા મુજબ ચાલુ થઈ જશે એમ જાણવા મળે છે.


Share to

You may have missed