November 3, 2024

બોડેલી તાલુકા સહિત જિલ્લાની તમામ રેતી નું લીજો છેલ્લા છ દિવસથી બંધ

Share to




છેલ્લા છ દિવસથી રેતીની તમામ લિજો બંધ રેતીના સ્ટોક ચાલુ

બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં અસંખ્ય રેતીની લીજો આવેલી છે ત્યારે છેલ્લા પાંચ થી છ દિવસથી રેતીની તમામ લીજો બંધ જોવા મળી રહી છે ખાન ખનીજ વિભાગના અધિકારીને આ બાબતમાં ફોન કરતા ફોન ઉપાડવામાં આવતો નથી અને લીઝ ના માલિક દ્વારા સંપર્ક કરતા તેઓ જણાઈ રહ્યા છે કે ચોમાસુ શરૂ થઈ ગયું છે અને ઓરસંગ નદીમાં પાણી આવે જેને લઇને કોઈ હોનારત ન થાય તે બાબતને લઈને છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગ દ્વારા લિજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારે જિલ્લામાં અસંખ્ય લીજો હોય છેલ્લા પાંચ છ દિવસથી બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લાની તમામ લીજો માં રેતી કાઢવાનું બંધ જોવા મળી રહ્યું છે પણ રેતીના સ્ટોક ચાલુ જોવા મળી રહ્યા છે

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed