ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના નાના સાંજા ગામે કાળા કલર નું પ્રદૂષિત પાણી ખેતરમાં ભળી જતા ખેડૂતને લાખોનું નુકસાન..

Share to

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના નાના સાંજા ગામે કાળા કલર નું પ્રદૂષિત પાણી ખેતરમાં ભળી જતા ખેડૂતને લાખોનું નુકસાન..

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

“””સનસાઈન કોલ માઈન્ પ્રાઇવેટ લિમિટેડ ના માલિકે ખેડૂતને ફોન ઉપર ધમકી આપી :: ખેડૂત”””

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના નાના સાંજા ગામે આવેલ સનસાઈન કોલ માઈન પ્રાઇવેટ લિમિટેડ નામના પ્લાન્ટ માંથી નીકળતા કાળા કલર ના પ્રદુષિત પાણી થી અર્જુનસિંહ મોહનસિંહ ચૌહાણના ખેતરમાં ફરી વડતા ખેડૂતને લાખોનો નુકસાન થવા પામ્યું છે

અત્રે ઉલ્લેખનીય છે કે અનેક ઉદ્યોગો દ્વારા વરસાદ નો લાભ લઈ ખાડી, કોતરો વાટે પ્રદુષિત પાણી છોડી દેવામાં આવે છે… કેટલાક જળચર પ્રાણીઓ તથા ખેતીને નુકસાન થતું હોઈ છે..

જો વાત કરવામાં આવે તો ખેડૂતના જણવ્યા અનુસાર તેના ખેતરની અંદરમાં લગભગ પાંચ એકરમાં દૂધી તેમજ કપાસનો પાક કરેલ છે જેમાં નાના સાંજા ગામ નજીક મુખ્ય ધોરીમાર્ગ ઉપર આવેલ સનસાઈન કોલ માઈન્ પ્રાયવેટ લિમિટેડ કોલસાના પ્લાન્ટ દ્વારા કાળા કલરનું પ્રદૂષિત પાણી જાહેર કોતરમાં છોડતાં આ પ્રદુષિત પાણી કોતર દ્વારા ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા હતા જેનાથી ખેતર મા કરેલ પાક બડી ગયો હતો અને ખેડૂત ને નુકસાની વેઠવા નો વારો આવ્યો હતો તેમજ ખેડૂત દ્વારા પ્લાન્ટ માલિકને ખેતીમાં થયેલ નુકસાન બાબતની વાત પ્લાન્ટ માલિક ને જણાવતા કે અમારા ખેતરમાં તમારા પ્લાન્ટ માંથી કોલસાનુ પ્રદુષિત પાણી ઘુસી જતા અમારા પાક ને નુકશાન પોહ્ચ્યું છે

તો આપ અમારા ખેતર મા આવી જુવો પરંતુ આ બાબતે સનસાઈન કોલ માઈન્ પ્રાઇવેટ લિમિટેડ ના માલિકે ખેડૂતને ફોન ઉપર ધમકી આપતા હતા અને કેહતા હતા કે તારે જે કરવું હોય તે કરી લે હું પાણી તો બહારજ છોડીશ હું પણ એક એડવોકેટ છું તેમ જણાવતા ખેડૂતે આ બાબતે GPCB ને ટેલિફોનિક જાણ કરી હોવાનું કહ્યું છે ત્યારે હાલતો ખેડૂત ને નુકસાન થતા તંત્રને યોગ્ય વળતર ની માંગણી સાથે રજૂઆત કરી હતી અને આ પ્લાન્ટ બંધ થાય તેમજ તેના ઉપર યોગ્યસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી …

અત્રે ઉલ્લેખનીય છે કે આવા પ્લાન્ટો સ્થાપિત કરવા બાબતે આ પ્લાન્ટે પંચાયત હદ મા આવતા હોઈ તો જેતે વિભાગો, પંચાયત , ગુજરાત પોલ્યૂશન બોર્ડ,દ્વારા પરમિશન લેવામાં આવી છે કે નહીં ? અને જો પરમિશન છે તો શુ સરકારી ધારાધોરણ મુજબ આ પાલન્ટ પ્રદુષણ ને લગતી બધી તકેદારી રાખે છે કે કેમ તે પણ એક તપાસ નો વિષય છે…


Share to