September 3, 2024

જૂનાગઢના વિસાવદર તાલુકાના કાલસારી કેળવણી મંડળ – સંચાલિત, શ્રીસરદાર પટેલ વિદ્યામંદિર સ્કૂલમાં ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવા માં આવી.

Share to



*વિદ્યાર્થીઓ તો ગુરુનું પૂજન કરે એ તો બરાબર છે પણ અહીં તો પ્રમુખ અને ટ્રસ્ટીઓ એ કર્યું શિક્ષક રૂપી ગુરુઓ નું અનોખી રીતે પૂજન.. કર્યું

વિસાવદર તાલુકાના ના કાલસારી ગામે શ્રી સરદાર પટેલ વિદ્યામંદિર માં તારીખ 3.7 . 2023 ને સોમવાર ના રોજ ગુરુપુર્ણિમા ના પાવન દિવસે સ્કૂલ ના વિદ્યાર્થી તો શિક્ષક રૂપી ગુરુ નું પૂજન કરતા જ હોય છે.. પણ આ સ્કૂલ ના નવનિયુક્ત પ્રમુખશ્રી ભરતભાઈ અમિપરા, ઉપપ્રમુખશ્રી અશ્વિનભાઈ સરધાર, ટ્રસ્ટીશ્રી નટુભાઈ સરધારા, કાળુંભાઈ ભાયાણી, કારોબારી સદશ્યશ્રી રવજીભાઈ ખેતાણી, શિક્ષણ પ્રેમી અને ગામ ના આગેવાન શ્રી સુભાષભાઈ ભાયાણી.. વગેરે ગામના આગેવાનો એ સ્કૂલ ના શિક્ષકો નું પૂજન કર્યું ને આરતી ઉતારી…
આ પાવન પ્રસંગો એ પ્રિન્સીપાલ શ્રી એલ.કે. સાવલિયા ના માર્ગદર્શન અને દરેક શિક્ષકો ના આયોજન મુજબ *શાળા ના બાળકો એ વિવિધ કાર્યક્રમો અને અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવનાર ગુરુઓ નું મહત્વ વિશે વ્યક્તવ્ય આપ્યું આ સમગ્ર કાર્યક્રમ નું સંપૂર્ણ જવાબદારી સ્કૂલ ના *સાંસ્કૃતિક, સામાજિક અને વિશેષદિન ઉજવણી મંત્રીશ્રી અને શિક્ષકશ્રી નૂતનબેન કોરાટે શુવ્યવસ્થીત નીભાવેલ હતી…
આ પ્રસંગ તબક્કે શાળા ના નવનિયુકત પ્રમુખશ્રી ની વિચારધારા અંતર્ગત શાળા સંકુલ ના વિકાસ લક્ષી કર્યો માટે દરેક શિક્ષકો ને બાળકો ને સાથે રાખી જવાબદારી શોપી જેમાં
1 , સ્વસ્થ મંત્રીશ્રી – ડી. કે. ડોડીયા સાહેબ
2 , સાંસ્કૃતિક, સામાજિક અને વિશેષદિન ઉજવણી મંત્રીશ્રી – નૂતનબેન કોરાટ સાહેબ
3 , વિધાર્થી શિસ્ત સલામત મંત્રીશ્રી – વી.એમ. ઝાલા સાહેબ.
4 , લાઇબ્રેરી મંત્રીશ્રી – વી. એમ. ડોબા સાહેબ
5, મોટીવેશન અને પ્રવાસ મંત્રીશ્રી – એમ. જે. ટાંક સાહેબ
6, ગાર્ડન મંત્રીશ્રી – ડી.કે. પડશાળા સાહેબ
7, પ્રચાર પ્રસાર મંત્રીશ્રી – એમ. વી. ડાંગર સાહેબ
8, ઇલેક્ટ્રિક મંત્રીશ્રી – વિપુલભાઈ ગોંધિયા

આ મુજબ દરેક સ્ટાફે બાળકો ને સાથે રાખી ને શ્રીસરદાર પટેલ વિદ્યામંદિર – કાલસારી શાળા સંકુલ ને ઉચ્ચ શીખર પર પોહશે અને બાળકો નું સફળ જીવનલક્ષી ટ્રેનિંગ મળે ટેવા ઉમદા હેતુથી પ્રમખશ્રી ભરતભાઈ અમિપરા એ જવાબદારી શોપેલ…

*આ પ્રસંગે પ્રમુખશ્રી ભારભાઈ અમિપરા એ જણાવેલ કે આ સરદાર પટેલ વિદ્યામંદિર – કાલસારી હાઇસ્કૂલે ભૂતકાળ માં ડોકટરો, વકીલો, એન્જિનિયરો, સરકારી નોકરીયાતો, સફળ ઉદ્યોગપતિઓ, સફળ મોટા વેપારીઓ, સફળ રાજનીતિજ્ઞો, સફળ સેવાતજજ્ઞો, સફળ ખેડૂતો વગેરે અશખ્ય નાના મોટા સમાજ ઉપયોગી સફળ લકોની આ સંસ્થા ધરોહર રહી છે … જેનો ઇતિહાસ સાક્ષી છે…

રિપોર્ટર, મહેશ કથિરીયા


Share to

You may have missed