સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. પ્રો. ગીતા વળવી ની પ્રાથના થી શુભારંભ થયેલ આ કાર્યક્રમ અંતર્ગત કોલેજના તમામ ગુરુઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 21 મી સદીમાં ગુરુ અને શિષ્ય તે વિષય પર એક વક્તુત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કોલેજના નવ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રસપ્રદ સ્પર્ધા ના અંતે ત્રણ વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુરુનો મહિમા વર્ણવતાપ કોલેજના આચાર્યશ્રી ડો. જી આર પરમાર એ જણાવ્યું હતું કે આજના સમયમાં ગુરુનો મહિમા જાળવવો ખૂબ જ જરૂરી છે. તેમણે ભારતીય પરંપરા અને વૈદિક સંસ્કૃતિ પર ભાર મુકતા ગુરુના માર્ગદર્શન હેઠળ સારા શિષ્યો તૈયાર થાય અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો ફાળો આપે તે બાબત પર ભાર મૂક્યો હતો. અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રોફેસર અરવિંદભાઈ મયાત્રાએ આજના સમયમાં ગુરુદ્વારા યોગ્ય માર્ગદર્શન મળી રહે અને વિદ્યાર્થીઓનું ઉજવળ ભવિષ્ય થાય એ બાબતે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. સંજય વસાવાએ પ્રાચીન ભારતમાં ગુરુ મહિમા અને ગુરુકુળ વિશે માનનીય વ્યાખ્યાન આપ્યું હતું. કોલેજના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ, ડો.જશવંત રાઠોડે કોલેજની વિવિધ ઉપલબ્ધિઓને ગણાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. જયશ્રીબેન દેસાઈએ કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન જ્ઞાન ધારાના સંયોજક પ્રો. દિગેસ પવાર દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ પ્રો. પ્રકાશ પરમાર દ્વારા કરવામાં આવી હતી.
*વિજય વસાવા નેત્રંગ*