November 21, 2024

નેત્રંગના ઝરણા ગામે વીજ ટ્રાન્સફોર્મર પાસે પ્રોટેક્શન વોલના અભાવે વીજ કરંટ લાગતા ગાયનું મોત

Share to

વીજ કંપનીની લાપરવાહીને પગલે ગ્રામજનોમાં રોષ

નેત્રંગ તાલુકાના ઝરણા ગામમાં વીજ ટ્રાન્સફોર્મર પાસે પ્રોટેક્શન વોલના અભાવે નજીકમાં ચરવા ગયેલા ગાયને વીજ કરંટ લાગતા તેનું ઘટનાને પગલે કરુણ મોત નીપજ્યું હતું…


નેત્રંગ તાલુકાના ઝરણા ગામના નવા વસાહતમાં રહેતા રમણભાઇ દીપસિંગ વસાવા પશુ પાલન કરી પોતાના ગુજરાન ચલાવે છે.જેઓના ઘરની પાસે વીજ ટ્રાન્સફોર્મર આવેલ છે જે વીજ ટ્રાન્સફોર્મર ખાતે વીજ કંપની દ્વારા કોઈપણ જાતની પ્રોટેક્શન વોલ નહિ બનાવતા આજરોજ સવારે ત્યાં ચરવા ગયેલ ગાયને વરસાદી માહોલને જોરદાર વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું આ અંગે પશુ પાલકે વીજ કચેરી ખાતે જાણ કરતા કર્મચારીઓ સ્થળ પર દોડી આવી વીજ પુરવઠો બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરી હતી ત્યારે પ્રોટેક્શન વોલના અભાવે મૂંગા પશુનું મોત થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો અને આ બેદરકારી દાખવનાર વીજ કંપની દ્વારા પશુ પાલકને વળતર ચૂકવાય તેવી માંગ કરી હતી આવી ઘટના ગ્રામજનો સાથે નહિ બને તે માટે યોગ્ય પગલા લેવાની પણ માંગણી કરી છે.


*વિજય વસાવા નેત્રંગ*દૂરદર્શી ન્યૂઝ /DNSNEWS


Share to

You may have missed