રેલવે સરકારે તો ભારે કરી … રેલવે વિભાગ ના કારણે ઝગડીયા તાલુકાની જનતા ચોમાસામાં હેરાન પરેશાન… ઝગડીયા તાલુકાના અનેક રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે સંપર્ક વિહોણા થયાં…સારસા સહિત ઉમધરા, સંજાલી, ભાવપરા, વેલુગામ જેવા ગોમોમાં જતા વાહન ચાલકો અને ગામો ના લોકો ગરનાળા મા પાણી ભરાઈ જતા અન્ય વાહન ચાલકો સહિત સ્કૂલે જતા બાળકો પણ અટવાયા હતા .પહેલાજ વરસાદ મા રેલવે ગરનાળા મા પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે .. વર્ષોથી બંધ હાલતમાં પડેલી રેલ્વે લાઈન ના કારણે ઝગડીયા તાલુકાના અનેક ગામો ચોમાસાની ઋતુમાં રેલ્વે તંત્રના બેદરકારી ભર્યા પગલાના કારણે હેરાન પરેશાન થઈ જવા પામી છે
આજરોજ ઝગડીયા તાલુકામાં વરસાદ વરસતા અનેક રેલવે ઘરનાળા ની અંદર માં મોટી માત્રામાં પાણી ભરાઈ જવા પામ્યા હતા લોકોના જણાવ્યા અનુસાર પાણી ભરાઈ જવાના કારણે ગામના લોકો ના બહાર જઈ શકે ના તો ગામની અંદર જઈ શકે તેવી પરિસ્થિતિ ઉદ્ભવી હતી તો સારસા નજીક ઉમધરા જવાના રસ્તા ઉપર ગરનાળાની અંદરમાં એક પીકઅપ વાન ફસાઈ જવા પામી હતી જેની અંદર માંથી હેમખેમ ડ્રાઇવર સહિત અન્ય લોકો બહાર આવી જવાની વિગત સાંપડી છે…સદનસીબે કોઈ જાનહાનિ ના સમાચાર મળ્યા નથી ત્યારે રેલવે તંત્ર દ્વારા હાલ ચોમાસાની અગાઉ જ કેટલીક જગ્યાઓ ઉપર પાણીના નિકાલ માટે વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઈનો બનાવવા માટે કામ હાથ ધરી રહ્યું છે ત્યારે હાલ તો આ કામ ના અણઘડ વહીવટ ના કારણે લોકો ને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે હાલ રેલવે લાઈન ના સમયાંતરે ગટર લાઈન બનાવા માટે કરેલ કરોડો રૂપીયા પણ કહેવાતા લોકોના ટેક્સ ના પઇસા પણ પાણી માંજ ગયા હોંઈ તેમ લાગી રહ્યું છે કરોડો રૂપીયા ખર્ચવા છતા પણ લોકો ને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોઈ તેમ લાગી રહ્યું છે હાલ તો રેલવે ગરનાળા મા પાણી ભરાતા લોકો એ રેલવે તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને આ સમસ્યા નો વહેલી તકે ઉકેલ લાવાની મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી ….
More Stories
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના
*ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના બોલાવ ખાતે ભરૂચના સાસંદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ*