October 4, 2024

ઝગડીયા જીઆઇડીસી ની અંદર આવેલ વેલિયન્ટ કંપની દ્વારા પીળા રંગ નું પ્રદૂષિત પાણી વરસાદી કાશમાં છોડવામાં આવ્યું

Share to

ઝગડીયા જીઆઇડીસી માં આવેલ પ્લોટ નંબર 775,776 777, ની અંદર માંથી પીળા કલરનું પ્રદૂષિત પાણી આજરોજ નીકળતા જાગૃત નાગરિકો દ્વારા લોક બુબ ઉઠવા પામી હતી…

મીડિયા દ્વારા સ્થળ નિરીક્ષણ કરતા પીળા કલરનું પ્રદૂષિત પાણી ગેટની અંદર માંથી નીકળતું હોય તેવું માલુમ પડ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે સવારથી જ પડતા વરસાદની મોસમ મા વેલિયન્ટ ઓર્ગેનિક નામની કંપની દ્વારા પ્રદૂષિત પાણી છોડતાં પર્યાવરણ સામે ખતરો ઉભો થવા પામ્યો છે

અવારનવાર ઝગડીયા જીઆઇડીસીમાં આવેલ ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણી વરસાદી કાશ ની અંદરમાં છોડી દેવામાં આવે છે જેનાથી અસંખ્ય જળચર પ્રાણીઓ જીવન ઉપર ખતરો ઉભો થયો છે ત્યારે વરસાદનો લાભ ઉઠાવી આવા ઉદ્યોગો દ્વારા ક્યાંક ને ક્યાંક પર્યાવરણ સાથે ખીલવાડ થઈ રહ્યો હોઈ તેમ લાગી રહ્યું છે આજરોજ સવારથી જ વરસાદ વરસવાની સાથે જ ઉદ્યોગો પાછા બેફામ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આવા ઉદ્યોગો સામે GPCB દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી કે કોઈ પણ જાતની તપાસ કરવામાં આવતી નથી અને GPCB દ્વારા આવા ઉદ્યોગો સામે કડક પગલાં લેવામાં આવતા નથી વારંવાર આવા ઉદ્યોગો દ્વારા છડે ચોક નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે ત્યારે પ્રદૂષણ નિયંત્રણ વિભાગ આવા ઉદ્યોગો ઉપર લગામ લગાવે તે જરૂરી બની ગયું છે…


Share to

You may have missed