November 20, 2024

ઝઘડિયા જીઆઇડીસી ખાતે ૧૮ મા એફજીઆઈ એવોર્ડ ફોર એકસીલન્સ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ

Share to

ઝગડીયા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી સ્થિત ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનની નવ નિર્મિત ઓફિસ ખાતે આજરોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ૧૮ મા એવોર્ડ ફોર એકસીલન્સ અંતર્ગત યોજાયેલ આ પત્રકાર પરિષદમાં ઝઘડિયા તાલુકાના પત્રકાર મિત્રો,જીઆઇડીસી એસોસિયેશન અગ્રણી નરેન્દ્રભાઇ ભટ્ટ, જીઆઇડીસી નોટિફાઇડ એરિયા અધિકારી પરેશભાઇ બામણીયા સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એફજીઆઇ એવોર્ડ સંબંધી વિસ્તૃત જાણકારી વિડીઓના માધ્યમ દ્વારા આપવામાં આવી હતી.

એફજીઆઇ ના અધિકારી પ્રેમલ દવેએ ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝની ૧૦૫ વર્ષની સફળ સફરની જાણકારી આપીને સંસ્થા દ્વારા દર બે વર્ષે યોજાતા એફજીઆઇ એવોર્ડસ સંબંધી માહિતી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતુંકે એફજીઆઇ એવોર્ડ મેળવનાર માટે આ બાબત સમાજમાં પ્રતિષ્ઠા વધારીને એક નવા ઉત્સાહનું સર્જન કરે છે.

અત્યારસુધીમાં યોજાઇ ગયેલ ૧૭ એફજીઆઇ એવોર્ડસને લગતી વિશેષ જાણકારી આ પ્રસંગે પ્રદાન કરવામાં આવી હતી. એફજીઆઇ દ્વારા અપાનાર ૧૮ મા એવોર્ડસ માટે કોઇપણ સંસ્થા કંપની સામાજિક સંસ્થા – એનજીઓ તેમજ વ્યક્તિ એવોર્ડ સંબંધી ૧૩ કેટેગરી પૈકી પોતાને લગતી કેટેગરીમાં ઓનલાઇન અથવા ઓફલાઇન અરજી કરી શકે છે,એમ વધુમાં જણાવાયું હતું.

આ અંગે વધુમાં જણાવાયા મુજબ દર બે વર્ષે યોજાતા એફજીઆઇ એવોર્ડસના વિજેતાઓને ભુતકાળમાં તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.અબ્દુલકલામ, માજી વડાપ્રધાન ડો.મનમોહનસીંઘ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે બિરદાવવામાં આવ્યા હતા. ઉપસ્થિત પત્રકારોએ ૧૮ મા એફજીઆઇ એવોર્ડસ સંબંધી જાણકારી વિસ્તૃત રીતે મેળવી હતી.અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ સહુનો આભાર માન્યો હતો.

પ્રેમલ દવે FGI અધિકારી


Share to

You may have missed