November 22, 2024

નર્મદા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા લોકો ના સ્વાસ્થ્ય ની ચિંતા કરતું રમુજી “ટાસ્ક” ખાલી જગ્યા પૂરો

Share to



ઈકરામ મલેક:નર્મદા

“અહીં ધૂમ્રપાન કરવું ગુનો બને છે” જો કોઈ તમને ધૂમ્રપાન કરતા જણાય તો નીચેના ______ ખાલી જગ્યા અધિકારી ને ફોન નં_______ ઉપર સંપર્ક કરવો..

હા ઉપર લખેલા શબ્દો અને ફોટો નર્મદા જિલ્લા ની આરોગ્ય શાખા દ્વારા રાજપીપળા નગર ના એસ.ટી ડેપો જેવા જાહેર સ્થળોએ પોસ્ટર સ્વરુપે લગાવેલા જોવા મળ્યા છે. સરકારી ખર્ચે ચોંટાડવામાં આવેલા સદર પોસ્ટરો મા મજા ની વાત એ છે કે જે અધિકારી ને ફરિયાદ કરવાનું લખ્યું છે એ સમ્પર્ક અધિકારી નું નામ અને હોદ્દો અને ફોન નમ્બર ની જગ્યા ખાલી છે.. જાણે કે એ જવાબદારી જાહેર જનતા ને એક ટાસ્ક સ્વરુપે આપી હોય કે તમે નક્કી કરો કે આ ખાલી જગ્યા મા કોનું નામ હોઈ શકે??

પાંચ આંકડાનો પગાર, સરકારી વાહન, અને સરકારી મકાન સહિત ની અઢળક સુવિધાઓ મેળવ્યા બાદ સરકારી બાબુઓ પ્રજા ને આ પ્રદાન કરી રહ્યા છે, કે લો અમને તમારા સ્વાસ્થ્ય ની આટલીજ ચિંતા છે. સરકાર યોજનાઓ મા ચાલતી ધુપ્પલબાજી ના આવા તો સેંકડો ઉદાહરણો હશે કે જે ક્યારેય બહાર નહિ આવતા હોય અને કાગળ ઉપર જ એ યોજનાઓ ના ઘોડા દોડી જતા હશે…

દુરદર્શી ન્યુઝ દ્વારા આ ન્યુઝ પ્રકાશિત કર્યા પછી પણ અમને પાક્કો ભરોસો છે, કે આ પોસ્ટર મા જવાબદાર અધિકારી નું નામ અને કોન્ટેકટ નમ્બર નહીં જ લખવામાં આવે, જો અમે ખોટા પડીશું તો અમને આંનદ થશે.


Share to