November 21, 2024

ઉમલ્લા ગામે પ્રેમી સાથે મળીને લગ્નનું ખોટું પ્રમાણપત્ર બનાવ્યું હોવા બાબતે પુત્રી ની માતા દ્વારા ફરિયાદ થતા સમગ્ર પંથક મા ચકચાર…

Share to

કરનાળી ગ્રામ પંચાયતના તલાટીનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે લગ્ન કર્યા અંગેની કોઇપણ પ્રકારની નોંધણી થયેલ નથી..

એક મહિના પહેલા એક પ્રસંગમાં ગયા બાદ યુવતી અચાનક ગુમ થઇ હતી, ત્યારબાદ ગામનાજ યુવક સાથે લગ્ન કર્યા બાબતનુ પ્રમાણપત્ર રજુ કર્યુ હતું..

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના મહેશભાઇ ભીખુભાઇ ચૌહાણની પુત્રી હિર ગત તા.૯ મી મે ના રોજ ર‍ાણીપુર‍ા ગામે તેની બહેનપણીને ત્યાં બાબરીના પ્રસંગમાં ગઇ હતી. સાંજ સુધી યુવતી ઘરે પાછી ન ફરતા માતાપિતાએ તેના મોબાઇલ પર કોલ કરતા ફોન લાગ્યો ન હતો. ત્યારબાદ તેના માતાપિતાએ ગામમાં તેમજ આજુબાજુના ગામે સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી, પરંતું તેનો કોઇ પત્તો લાગ્યો નહતો.

આને લઇને યુવતી ગુમ થયા અંગેની જાણવાજોગ ફરિયાદ ઉમલ્લા પોલીસમાં લખાવી હતી. દરમિયાન ગત તા.૨૭ મી મે ૨૦૨૩ ના રોજ ગામમાજ રહેતા સચીન પ્રકાશભાઇ શાહ નામના યુવકે ઉમલ્લા પોલીસ મથકમાં તેણે આ યુવતી હિર સાથે રજિસ્ટર્ડ લગ્ન કર્યા હોવા બાબતનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર રજુ કર્યુ હતું. યુવતીના માતાપિતાને આની જાણ થતાં તેમણે પ્રમાણપત્રની નકલ જોતા કરનાળી ગ્રામ પંચાયત ખાતે લગ્ન નોંધણી થયેલ હોવાનું જણાયું હતું. ત્યારબાદ કરનાળી ગ્રામ પંચાયતના તલાટીનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે લગ્ન કર્યા અંગેની કોઇપણ પ્રકારની નોંધણી થયેલ ન હતી તેમજ લગ્ન નોંધણી અંગેનું કોઇ પ્રમાણપત્ર પણ અપાયું ન હતું એમ જણાયું હતું.

યુવતીની માતાએ આ બાબતે ઉમલ્લા પોલીસમાં ગત તા.૩૦ મી મેના રોજ તપાસ માટે અરજી આપી હતી. ત્યારબાદ ગતરોજ તા.૮ મીના રોજ માતા સુનિતાબેન મહેશભાઇ ચૌહાણ રહે.ઉમલ્લા તા.ઝઘડિયાનાએ પોતાની પુત્રી હિરબેન મહેશભાઇ ચૌહાણ અને ગામના યુવક સચીન પ્રકાશભાઇ શાહ,બન્નેએ એકબીજા સાથે મળીને લગ્નનું કથિત ખોટું નોંધણીપત્ર બનાવડાવી ખરા તરીકે ઉપયોગ કર્યો હોવા બાબતે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. આ અંગે ઉમલ્લા પોલીસનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે પોલીસ દ્વારા આ યુવક અને યુવતીને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે અને આ બાબતે આઈ પી સિ કલમ 465,467,468,471,114 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે..


Share to

You may have missed