October 30, 2024

રાજકોટ ના વેરાવળ શાપર ગામે મહિલાઓ એ સૌભાગ્યની પ્રાપ્તિ માટેવાસંગી દાદા ના મંદિર વડની પૂજા કરીનેવટ સાવિત્રી વ્રત ની ઉજવણી કરી.

Share to



ગુજરાત ભરમાં આજના દિવસે હિંદુ ધર્મમાં પરિણિત મહિલાઓ તેમના પતિનાં લાંબુ આયુષ્ય અને દિર્ઘાયુ માટે વટ સાવિત્રી વ્રત ઉજવે છે.ત્યારે રાજકોટના સાપાર વેરાવળ ગામે શનિવારે ગામના વાસંગી દાદા ના મંદિર નજીક આવૅલ વડ આસપાસની સેંકડો મહિલાઓએ વડનાં વૃક્ષની પૂજા અર્ચન કરીને પતિનાં સુખ સમૃદ્ધિ આયુષ્ય અને દિર્ઘાયું માટે પૂજા કરી હતી. હિન્દુ સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે મહિલાઓ વટ સાવિત્રી વ્રત રાખવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.એક કથા પ્રમાણે આ વ્રતમાં એટલી શક્તિ છે કે મહિલા તેના પતિનાં પ્રાણ યમરાજ પાસેથી પણ પ્રત લઈ આવે છે જેમ પૌરાણિક કથામાં સાવિત્રીએ પતિ સત્યવાન માટે કર્યું હતું તેથી વટ સાવિત્રી વ્રત આજના દિવસે પરિણિત મહિલાઓ તેમનાં પતિનાં દિર્ધાયું તેમજ દરેક જન્મમાં તે જ પતિ મળે એ માટે વડની પૂજા કરીને વ્રત રાખીને ઉજવે છે.

મહેશ કથિરીયા
બૂરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed