September 4, 2024

ઝઘડિયાના રાજકીય અગ્રણીએ પૌત્રનુંલગ્ન જીવન બચાવવા પૌત્રવધૂના ભાઇનું અપહરણ કર્યું!

Share to

ઝગડિયાના રાજકીય અગ્રણી અને બે ટર્મ ઝગડીયા વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા નેતા નું કારસ્તાન

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પિપદરાના
ભીખાભાઇ ગોપાલભાઇ ભાટિયાની દિકરી વૈશાલીના
લગ્ન નેત્રંગ તાલુકાના કોયલી માંડવીના હાર્દિક
શૈલેશભાઇ વસાવા સાથે થયા હતા. વૈશાલી અને હાર્દિક
વચ્ચે અણબનાવ થતાં વૈશાલી છ એક દિવસ પહેલા
પિપદરા તેના પિયરમાં આવેલ હતી. વૈશાલી અને
હાર્દિકના છુટાછેડા કરવાના હોવાથી ભીખાભાઇ તેમના
પત્ની, પુત્રી વૈશાલી અને મોટા પુત્ર સુનિલ સાથે ડભોઇ
ખાતે વકીલ ને મળીને છુટાછેડાની નોટિસ લખાવવા
ગયા હતા.

વૈશાલીએ છૂટાછેડાં માંગ્યા એ વાત હાર્દિક સહન
ન કરી શકતા વૈશાલી અને તેના પરિવાર ઉપર લગ્ન
ન તોડવા દબાણ લાવવા વૈશાલીના ભાઇ મિતેષને
માર મારી બળજબરી પુર્વક અપહરણ કરવામાં આવ્યું
હતું. પૌત્રના લગ્ન જીવનમાં ભંગાણના સંજોગો સર્જાતા
વેવાઇ પક્ષ ઉપર દબાણ લાવવા પરિણીતાના ભાઇનું
અપહરણ કરનાર ઝગડિયાના રાજકીય અગ્રણી અને
બે ટર્મ ઝગડીયા વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા ૭૫
વર્ષિય ચંદુભાઇ વસાવા સહીત ૪ લોકોની રાજપારડી
પોલીસે ધરપકડ કરી છે. પોલીસે અપહૃત યુવાનને
મુક્ત કરાવી ધાડ, અપહરણ અને મારામારીના ગુનામાં
એક મહિલા અને નેતાજી સહીત ૪ લોકોની ધરપકડ
કરી છે. ઉલ્લેખનીય છે કે યુવાનનું તેના ઘરમાંથી
અપહરણ કરી ચંદુ વસાવાના પરિવારે પોલીસ ઉપર
ઉલટું પુત્રવધુના અપહરણનું તરકટ કર્યું હતું.
ઝઘડિયાના પિપદરા ગામે મિતેશભાઇ ભીખાભાઇ
ભાટિયા નામના યુવકનું તેના બનેવી હાર્દિક વસાવા
રહે.કોયલીમાંડવી તા.નેત્રંગ તેમજ તેની સાથે આવેલ
માણસો દ્વારા માર મારીને અપહરણ કરાયું હતું.
ત્યારબાદ અપહરણ થયેલ મિતેશના પિતા ભીખાભાઇ
ભાટિયાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
આ ઘટનાને લઇને રાજપારડી પોલીસ, નેત્રંગ પોલીસ
તેમજ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અપહૃત યુવકને
શોધી કાઢવા અલગઅલગ ટીમો બનાવીને કામગીરી
હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસે સિસી
ટીવી ફુટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ
કરીને ગણતરીના કલાકોમાં આ ભેદ ઉકેલી નાંખ્યો
હતો. પોલીસે આ ગુના હેઠળ હાર્દિક શૈલેશ વસાવા,
ચંદુભાઇ મગનભાઇ વસાવા, શૈલેશભાઇ ચંદુભાઇ
વસાવા તેમજ પ્રેમિલાબેન શૈલેશભાઇ વસાવા તમામ
રહે.ગામ કોયલીમાંડવી તા.નેત્રંગનાને ઝડપી લઇને
અપહરણ થયેલ યુવકને છોડાવ્યો હતો. તેમજ આ ગુના હેઠળ દિપુભાઇ ભરવાડ રહે.કોયલીમાંડવી અને
ભારતીબેન સોમાભાઇ વસાવા રહે.કોયલીમાંડવીનાને
વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી લેવા કવાયત હાથ
ધરી હતી.પોલીસે આ ગુનામાં વપરાયેલ ટાટા સુમો
ગાડી તેમજ એક મોબાઇલ ફોન પણ કબજે લીધા હતા.


Share to

You may have missed