માતાની સારવાર માટે પૈસા નહોતા તો કિડની વેચવા હોસ્પિટલ પહોંચી ગયો કિશોરબાળકે તેની માતાની સારવાર માટે પૈસા નહોતા તો કીડની વેચવા હોસ્પિટલ ગયો, બાળકની લાચારી જાેઈ ડોક્ટર રડી પડ્યા

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૧૨
બાળપણમાં પિતાનો સાથ છુટી ગયો, પરંતુ હવે મારી માતાને ગુમાવવા માંગતો નથી, આ કહેવું છે રાંચીની એક હોટલમાં કામ કરતા કિશોર દીપાંશુ કુમારનું. દીપાશું મૂળ રૂપથી બિહારના ગયા જિલ્લાનો રહેવાસી છે. તેના પિતાનું બાળપણમાં નિધન થઈ ગયું હતું. માતાએ મજૂરી કરીને તેને મોટો કર્યો. પરંતુ માતાની મુશ્કેલી દૂર કરવા માટે દીપાંશુ રાંચી આવી ગયો અને એક હોટલમાં કામ કરતો હતો. આ દરમિયાન તેની માતાનો પગ ભાંગી ગયાના સમાચાર મળ્યા. પરંતુ તેની પાસે એટલા પૈસા નહોતા કે માતાની સાવરાર કરાવી શકે. પૈસાના અભાવમાં તેના માતાની સારવાર રોકાઈ ગઈ, ત્યારે તેણે કિડની વેચીને પૈસા ભેગા કરવાનું વિચાર્યું. માતાને બચાવવા માટે દીપાંશુ હોસ્પિટલ-હોસ્પિટલ ફરીને પોતાની કિડની વેચવા માટે ગ્રાહક શોધવા લાગ્યો હતો. આ ક્રમમાં દીપાંશુ શહેરની એક પ્રસિદ્ધ ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યો હતો. દીપાંશુ હોસ્પિટલની આસપાસ લોકોની તપાસ કરી રહ્યો હતો કે કોને કિડનીની જરૂર છે. કિડની કેટલામાં વેચાશે, તે પૈસાથી માતાની સારવાર સંભવ થઈ શકે કે નહીં. કિડની વેચવાની વાત સાંભળીને હોસ્પિટલનો સ્ટાફ ગભરાઈ ગયો હતો. તેણે કિશોરને સમજવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે કિડની વેચવાના ર્નિણય પર અડગ રહ્યો. આ પછી, હોસ્પિટલ સ્ટાફ કિશોરને એક જગ્યાએ લઈ ગયો જ્યાં તે ડૉક્ટરોને મળ્યો, જેને પૃથ્વીના ભગવાન કહેવામાં આવે છે. ડોક્ટરે માતાને સાજા થવાની ખાતરી આપ્યા બાદ તેને રાંચી લાવવાની સલાહ આપી. આ સાથે તેમને ડૉક્ટર દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે કિડની વેચવી એ સજાપાત્ર ગુનો છે. કિડની વેચવા આવેલા યુવકની રજૂઆત સાંભળીને રિમ્સના ન્યૂરો સર્જરીના સીનિયર રેઝિડેન્ટ ડોક્ટર વિકાસ અને તેના સહયોગી પણ ચોંકી ગયા. તે બધાએ દીપાંશુની માતાની સારવાર રિમ્સમાં કરાવવા અને તેની સારવારનો ખર્ચ ઉઠાવવાનું આશ્વાસન આપ્યું. ત્યારબાદ દીપાંશુ હવે પોતાના માતાને ગામથી રાંચી લાવવાની તૈયારીમાં લાગી ગયો છે. હાલ દીપાંશુ પોતાની માતાને મળવા તેના ગામ ગયો છે. આ વચ્ચે દીપાંશુની જરૂરીયાતનો કોઈ દલાલ ફાયદો ન ઉઠાવી લે અને તેની કિડની ન કાઢી લે તે માટે ડો. વિકાસે ટિ્‌વટર પર ટ્‌વીટ કર્યું છે. તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને પોલીસ વિભાગને ટેગ કર્યું. તો બાળકે પણ પોતાની મુશ્કેલીનો વીડિયો બનાવી લોકોને માહિતી આપી છે.


Share to