બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ રૌદ્ર વાવાઝોડું બને તે પહેલા અસર દેખાવાનું શરુ થઇ ગયું!..

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૮
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ આગામી સમયમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આ વાવાઝોડાના કારણે સ્થિતિ ગંભીર બનવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડું બને તે પહેલા દેશના દક્ષિણ-પૂર્વ ભાગમાં તેની અસર જાેવા મળી રહી છે. વાવાઝોડું કઈ તરફ આગળ વધશે તે સહિતની બાબતો પર હવામાન વિભાગ નજર રાખી રહ્યું છે. બંગાળની ખાડીમાં ઉભી થયેલી સિસ્ટમ સમય જતા વધુને વધુ મજબૂત બની શકે છે, આ સિસ્ટમ આગામી સમયમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે તેવી સંભાવનાઓ વચ્ચે આંદામાન નિકોબારમાં તેની અસર જાેવા મળી રહી છે. અહીં ૮થી ૧૨ મે દરમિયાન સામાન્યથી ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પહેલા તેલંગાણાના કેટલાક ભાગમાં ૧૨ સેન્ટિમીટર જ્યારે રાજયલસીમા, તામિલનાડુ, પુડુંચેરી અને કરાઈકલ જેવા ભાગોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય જમ્મુમાં તથા મહારાષ્ટ્રમાં કેટલાક ભાગમાં કરા સાથે વરસાદ નોંધાયો હતો. બંગાળની ખાડીમાં ઉભી થયેલી સિસ્ટમના કારણે દક્ષિણ પૂર્વના ભાગમાં વરસાદ થવાની આગાહી છે. સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે સાઈક્લોનિક સર્ક્‌યુલેશન કે જે બંગાળની ખાડીમાં બન્યું છે તે આગામી ૧૨મી તારીખે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આ સિસ્ટમ વાવાઝોડું બનીને કઈ તરફ આગળ વધશે અને કેટલું રૌદ્ર સ્વરૂપ ધારાણ કરશે તે અંગે હવામાન વિભાગ આગામી સમયમાં જણાવશે, આ સિવાય માછીમારોને પણ બંગાળની ખાડીમાં માછીમારી કરવા માટે ના જવાની સલાહ આપવામાં આવી રહી છે. આજે સાઈક્લોનિંક સર્ક્‌યુલેશન હળવા દબાણનું ક્ષેત્ર બની શકે છે, જે બાદ ૯મી તારીખે તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે અને આ પછીના સમયમાં ડિપ્રેશન ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરશે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં માછીમારોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે, સાઈક્લોનિક સિસ્ટમ બની છે તેના કારણે દરમિયાન ભારે કરંટ જાેવા મળશે અને પવનની ગતિ ૫૦ની આસપાર કે તેનાથી વધુ રહેવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે વાવાઝોડું બન્યા પછી તે બંગાળની ખાડીના મધ્ય ભાગમાં ઉત્તર તરફ આગળ વધી શકે છે. જાેકે, તે ચોક્કસ કઈ ગતિ અને દિશામાં આગળ વધશે તે આગામી સમયમાં જણાવવામાં આવશે. વધુમાં બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમની ગુજરાત શું અસર થશે તે અંગે વાત કરી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ વાવાઝોડાના કારણે ગુજરાતમાં અરબી સમુદ્રનો ભેજ બંગાળના ઉપસાગર તરફ ખેંચાશે. દક્ષિણ અરબી સમુદ્રનો ભેજ પણ ખેંચાશે. આ સાથે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ હતી તે વિખેરાઈ જશે. આ કારણે ગુજરાતમાં વધુ ગરમી પડવાની શક્યતાઓ છે.


Share to