ઉત્તરપ્રદેશમાં વધુ એક એન્કાઉન્ટરઉત્તરપ્રદેશમાં ગેંગસ્ટર અનિલ દુજાના યૂપી જી્‌હ્લના એનકાઉન્ટરમાં માર્યો ગયો

Share to


(ડી.એન.એસ)ઉત્તરપ્રદેશ,તા.૦૫
ગેંગસ્ટર અનિલ દુજાનાને યૂપી એસટીએફે અથડામણમાં ઠાર કરી દીધો છે. થોડા સમય પહેલા યૂપીના ટોપ ૬૫ માફિયાઓનું લિસ્ટ યૂપી સરકારના કાર્યાલયમાંથી જારી કરવામાં આવ્યું હતું. તેમાં ગ્રેટર નોઇડાના અનિલ દુજાનાનું નામ પણ સામેલ હતું. કુખ્યાત અનિલ દુજાના છેલ્લા ઘણા સમયથી દિલ્હીની તિહાડ જેલમાં બંધ હતો, પરંતુ તે જામીન પર બહાર હતો. જેલમાંથી બહાર આવતા અનિલ દુજાનાએ જયચંદ પ્રધાન મર્ડર કેસમાં તેની પત્ની અને સાક્ષી સંગીતાને ધમકી આપી હતી. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓએ પગલા ભરતા અનિલ દુજાના વિરુદ્ધ પાછલા સપ્તાહે બે કેસ દાખલ કર્યા હતા. દુજાનાની ધરપકડ માટે નોઇડા પોલીસની સ્પેશિયલ સેલ ટીમ અને એસટીએફની ટીમ લાગી હતી. જાણવા મળી રહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસમાં ૭ ટીમોએ ૨૦થી વધુ સ્થળો પર સતત દરોડા પાડ્યા હતા. અનિલ દુજાના પર ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં લગભગ ૫૦ હત્યા, ખંડણી સહિતના ગુનાઓના કેસ દાખલ છે. બાદલપુરનું દુજાના ગામ ક્યારેક કુખ્યાત સુંદર નાગર ઉર્ફે સુંદર ડાકૂના નામથી જાણીતું હતું. ૭૦-૮૦ના દાયકામાં સુંદરનો દિલ્હી-એનસીઆરમાં ડર હતો. તેણે તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને પણ જાનથી મારવાની ધમકી આપી હતી. આ દુજાના ગામનો છે અનિલ નાગર ઉર્ફે અનિલ દુજાના. પોલીસ રેકોર્ડમાં ૨૦૦૨માં ગાઝિયાબાદના કવિ નગર પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ હરબીર પહેલવાનની હત્યાનો કેસ દાખલ થયો હતો. ઉત્તર પ્રદેશમાં થયેલા એનકાઉન્ટરમાં હવે ગેંગસ્ટર અનિલ દુજાનાનું નામ પણ જાેડાઈ ગયું છે. એપ્રિલમાં ઉમેશ પાલ હત્યાકાંડમાં આરોપી અસદ અને તેના સહયોગી ગુલામ બંને એનકાઉન્ટરમાં ઠાર થયા હતા. આ એનકાઉન્ટર બાદ યૂપીમાં રાજકીય નિવેદનબાજી જાેવા મળી હતી.


Share to