પતિના મોત બાદ વહુએ સસરા સાથે લગ્ન કર્યા, સોશિયલ મીડિયા પર વીડિયો જાેઈ ભડક્યા લોકો

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૫
સોશિયલ મીડિયા પર દરરોજ એકથી એક ચડિયાતા વીડિયો જાેવા મળે છે. અમુક વીડિયો તો એવા હોય છે, જેને જાેયા બાદ નવાઈ લાગે છે. એક આવો જ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જાેયા બાદ એક ક્ષણ માટે તો આપને નવાઈ લાગશે. વીડિયોમાં એક મહિલાએ એવા માણસ સાથે લગ્ન કર્યા છે, જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. જે પણ આ વીડિયો જાેશે, તેનું રિએક્શન જાેવા જેવું હોય છે. વાયરલ વીડિયોમાં આપ જાેઈ શકો છો કે, એક મહિલા એક વૃદ્ધ સાથે નજર આવી રહી છે. વીડિયોમાં મહિલાનું કહેવું છે કે, તેણે પોતાના સસરા સાથે લગ્ન કર્યા છે. મહિલા આગળ કહે છે કે, અમારા પતિનું મોત થઈ ચુક્યું છે. એટલા માટે અમે લગ્ન કર્યા. તેના પર યુવક પુછે છે કે, શું સસરા સાથે લગ્ન કરવાનું યોગ્ય છે. યુવકનું કહેવું છે કે, તેનાથી સમાજમાં શું મેસેજ જશે, જે પુરુષ સાથે મહિલાએ લગ્ન કર્યા છે, તેનું કહેવું છે કે, તે તેનો સસરો છે અને મારો દીકરો મરી ગયો છે. એટલા માટે અમે લગ્ન કર્યા છે. અમે બંને સિંગલ છીએ. હવે વીડિયો આપ પણ આ વાત સાંભળી શકશો. આ વીડિયોને એક ટિ્‌વટ યુઝર્સે શેર કર્યો છે. વીડિયો પર લોકોના રિએક્શન પણ જાેવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, મેડમ આ ફેક વીડિયોની કાલ્પનિક કહાની માફક ધરતી ચપટી નથી. સમય રહેતા આ વીડિયો ડિલીટ કરી નાખો. આવા વીડિયો અપલોડ કરીને અફવા ફેલાવી લોકોને ગુમરાહ ન કરો. અમુક યુઝર્સે કહ્યું કે, આ માણસ વીડિયો બનાવવા માટે કંઈ પણ કરી શકે છે. વીડિયો વાયરલ કરવા માટે આટલી હદે જઈ શકે.


Share to