ટુ-વ્હીલર,ફોર-વ્હીલર તથા ટ્રાન્સપોર્ટના વાહનોમાં પસંદગીના નંબરોની ફાળવણી માટે ઓનલાઈન રી-ઓક્શન કરાશે

Share to


ભરૂચ:શુક્રવાર: સહાયક પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, ભરૂચ દ્વારા વાહનોને લગતી ટુ-વ્હીલરની GJ16:DF-DH-DJ-DL-DM અને ફોર વ્હીલ વાહનો માટેની GJ16-CN,CS,DC,DG,DK માટે તથા ટ્રાન્સપોર્ટ – વ્હીલર વાહનો માટેની GJ 16-AW નવી સીરીઝનું ઓનલાઈન રી-ઓકશન શરૂ કરવામાં આવેલ છે. ઈચ્છા ધરાવતા વાહન માલિકો તેમના વાહનનું http://parivahan.gov.in/fancy પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી રી-ઓકશનમાં ભાગ લઈ શકે તે માટે અરજદારોએ જરૂરી કામગીરી કરવાની રહેશે.
ઓનલાઈન રી-ઓકશન માટે અરજદારે તા.૧૫/૦૫/૨૦૨૩ (૪.૦૦ પીએમ) થી તા.૧૭/૦૫/૨૦૨૩ના (૩.૫૯ પીએમ) સુધી રી-ઓકશન ફોર્મ રજીસ્ટ્રેશન કરી અરજી કરવાની રહેશે. તા.૧૭/૦૫/૨૦૨૩ના રોજ બપોરે ૪.૦૦ કલાકથી તા.૧૯/૦૫/૨૦૨૩ના રોજ બપોરે ૪.૦૦ કલાક સુધી રિઓક્શન માટેનું બિડિંગ ખુલ્લું રહેશે. જે ફોર્મ તા.૨૦/૦૫/૨૦૨૩ના રોજ રૂબરૂમાં જમા કરાવવાના રહેશે. અરજદારોને ઈ-ફોર્મ, CNA ફોર્મ, વાહન ખરીદવાના સાત દિવસમાં ઓનલાઈન સબમીટ કરવાનું રહેશે. આ ફોર્મ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી-ભરૂચ ખાતે જમા કરાવેલ નહીં હોય તો તેઓને પસંદગીનો નંબર ફાળવવામાં આવશે નહીં. વધુ માહિતી માટે https://youtube/Q3a9k/Q13kc. (E-Auction procedure) પર જોઈ શકાશે.
વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમાં ગોલ્ડન કે સિલ્વર માટે ભાગ લેવા અરજી કરી શકશે. ગોલ્ડન અને સિલ્વર સિવાયના નંબરો માટે ૩૦- દિવસની અંદરના અરજદારો અરજી કરી શકશે. તેમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી ભરૂચની એક અખબારી યાદીમાં જણાવાયું છે.


Share to