નેત્રંગમાં શ્રી શ્રેયાંસનાથ જિનાલયની ગોલ્ડન જ્યુબિલી યર ની ઉજવણીને લઈને

Share to

અઢાર અભિષેકનુ આયોજન થયુ
નગરમા ભવ્ય શોભાયાત્રા વરધોડો નિકળયો.

નેત્રંગ નગરમા આવેલ શ્રી શ્રેયાંસનાથ જિનાલયને પંચાસ વર્ષ પુર્ણ થતા અને એકાવનમા વર્ષ મા પ્રવેશ નિમિતે શ્રી જૈન  શ્વેતાંબર મૂર્તિપૂજક સંધ નેત્રંગ તેમજ સમસ્ત જૈન સમાજ થકી જિનાલયની ગોલ્ડન જ્યુબિલી યરની શાનદાર ઉજવણી ને લઇ ને ત્રિદિવસીય મહોત્સવ નુ આયોજન કરવામા આવતા આજે મહોત્સવ ના પ્રથમ દિવસે નગરમા ભવ્ય શોભાયાત્રા બેન્ડ પાટીઁ સાથે નિકળતા મોટી સંખ્યામા ભાવિક ભકજનો જોડાયા હતા,

નગરના જીનબજાર વિસ્તારમા આવેલ શ્રી શ્રેયાંસનાથ જિનાલયની સ્થાપના વષઁ ૧૯૫૩ મા કરવામા આવી હતી. જેને પંચાસ વર્ષ પુર્ણ થતા તેમજ એકાવનમા વર્ષ મા મંગળ પ્રવેશ ને લઇ નગરમા વસતા જૈન સમાજ થકી ગોલ્ડન જ્યુબિલી યર તરીકે ભવ્ય ઉજવણી કરવા માટેનુ ભવ્ય આયોજન કરવામા આવેલ જેના ભાગ રૂપે ત્રિદિવસીય મહોત્સવ નુ આયોજન તા ૩૦ એપ્રિલ થી લઇ ને બીજી મે ૨૦૨૩ દરમિયાન થતા આ શુભ પ્રસંગ નો પુજ્યપાદ આચાર્ય શ્રી મુનીશરત્ન સુરીશ્રવરજી મ. સા. ની નિશ્ર્રામાં ત્રિદિવસીય મહોત્સવ નો ભવ્ય પ્રારંભ થયો જેમા આજે સવારે ૭ કલાકે જિનાલયથી ભવ્ય શોભાયાત્રા વરધોડો નીકળેલ જેમા સુશોભિત બેન્ડ પાટીઁ બગીમા પરમાત્મા બિરાજીત થયેલ આજુબાજુમાં ચામરધારી ભક્તો તથા ધોડાઓ પર જિનશાસનનો ઝંડો લઈ યુવાનો બિરાજીત થયેલ શોભાયાત્રામા મોટી સંખ્યા મા જૈન સમાજ સહિત સમસ્ત હિન્દુ સમાજ ના ભાવિક ભતજનો જોડાયા હતા. શોભાયાત્રા નગરભરમા ફરીને આવ્યા બાદ જિનાલયમા અઢાર અભિષેક યોજાયેલ અને રાત્રિના નવ કલાકે અષ્ટોતરી અભિષેક, શ્રી શંખેશ્વર તથા શ્રી જીરાઉલા પાશ્રવનાથ પ્રભુ પર સંગીતની સુરાવલી સાથે યોજાયેલ તથા મહાપ્રભાવક ૧૦૮ પાશ્રવનાથ પુજન ભણાવાશે.
ત્રિદિવસીય આ મહોત્સવ ને લઇ ને નેત્રંગ નગર ની બહાર અમદાવાદ, સુરત, વડોદરા, બેંગ્લોર, મુંબઈ મા સ્થાયી થયેલ જૈન સમાજ લોકો કુટુંબીજનો સાથે ત્રણ દિવસ માટે નેત્રંગ પધારેલ છે.



*વિજય વસાવા નેત્રંગ*


Share to