નેત્રંગ શ્રેયાંસનાથ જિનાલયની ૫૦ મી સાલગીરાને લઇને ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરાયું…

Share to


તા.૨૯-૦૪-૨૦૨૩ નેત્રંગ.નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારમાં આવેલ શ્રી શ્રેયાંસનાથ જિનાલયની સન ૧૯૭૩ સ્થાપના કરવામાં આવી હતી. જેને ૨૦૨૩માં ૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી શ્રી જૈન શ્વેતાંબર મુર્તિપૂજક સંઘ નેત્રંગ દ્વારા ત્રિદિવસય મહોત્સવનું શાનદાર આયોજન કરાયું છે.જેમાં ૫૦મી સાલગીરાની પુર્ણાહુતિ પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવ પ્રસંગે પુજ્ય શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરી સમુદાયના દીક્ષા દાને શ્વરી પ.પૂ. આચાર્ય ભ.શ્રી ગુણરત્નસુરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન મધુરભાષી પ.પૂ.આચાર્ય ભ. શ્રી મુનીશરત્ન સુરિશ્વરજી મ.સા. આદિ ઠાણા ૫ ની સામૈયા સહ પધરામણી થઈ હતી.પુજ્ય શ્રીએ માંગલિક પ્રવચનમાં ફરમાવ્યું હતું કે,જીવનની ગાડીને મોક્ષમાર્ગ પર નોન-સ્ટોપ દોડવા ચાર ચીઝ જરૂરી છે.કદ કરવાની કળા,બધાને જોડી રાખવાની કળા,સમાધાન કરવાની કળા અને સ્વપ્ન જોવાની કળા જોઈએ.આ ગોલ્ડન જુબ્લી પરની શાનદાર ઉજવણી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સામૈયા બાદ શ્રીમતી પુષ્પાબેન ચંપાલાલજી પટવા પરીવાર તરફથી નવકારશી રાખવામાં આવી છે.*વિજય વસાવા નેત્રંગ*


Share to