સુરતમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરવાના કેસમાં આઠ આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી

Share to


(ડી.એન.એસ),સુરત,તા.૦૩
સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરી કરોડો રૂપિયાનો વ્યવહાર કરનારા આઠ આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુનામાં કુલ ૧૫ આરોપીઓ પૈકી આઠ આરોપીને પાસા હેઠળ રાજની અલગ અલગ જેલમાં મોકલવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સુરત ખાતે સચીન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી તા.૨૭-૧૦-૨૦૨૨ના રોજ ધઉના ૪૫૦ કટ્ટા તથા એમડીએમ ફોર્ટીફાઇડ ચોખાના ૯૫૦ કટ્ટા સાથે ત્રણ ટ્રકો મળી કુલ ૧૩.૮૭ લાખનો મુદ્દામાલ પકડાયો હતો જેમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો કોઇ પણ પરવાનો મેળવ્યા વિના અક્ષયપાત્ર ફાઉન્ડેશન મગોબ સુરત ખાતે લઇ જવા અંગેનું ખોટું ડિલિવરી ચલણ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો આરોપીઓ પકડાઇ જતાં પ્રાથમિક તપાસ કર્યા બાદગ તેઓનની સાથે સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ ટોળીએ સચીન સરકારી અનાજના ગોડાઉનના નામે ખોટા ડિલિવરી ચલણો બીલો બનાવી ખોટા હિસાબો બતાવીને વ્યાજબી ભાવની દુકાનોના પરવાનેદારોને મળવાપાત્ર જથ્થો પુરેપુરો મળ્યો હોવાનું બતાવ્યું હતું આ અનાજના જથ્થા પૈકી ૮.૩૨ લાખનો ધઉનો ૨૭૦૦ કિવન્ટલ જથ્થો સગેવગે કરી ઉચાપત કરી હતી. આ ગુનાની તપાસ દરમિયાન સચીન ગોડાઉન મેનેજર પ્રિતીબેન ચૌધરી તથા ડોર સ્ટેપ ડિલિવરી ઇજારદાર રાકેશ પારસનાથ ઠાકુરની ભૂમિકા સમગ્ર સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર તરીકે જણાઇ આવી હતી. તે બંન્ને આ ગુનામાં પકડાયેલા અન્ય સહઆરોપીઓ સાથે મળી રાજય સરકાર દ્વારા ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને મફત તેમજ રાહત દરકે આપવામાં આવતા અનાજની ગુણોમાંથી બેથી ત્રણ કિલો લેખે અનાજ કાઢી લેતા હતાં તેમજ સરકારી પરવાનેદારોને ડિલીવરી ચલણ મુજબ પુરેપુરૂ અનાજ ન મોકલી આ અનાજ ગોડાઉન ખાતે જમા રાખી અલગ ગુણોમાં પેક કરી મળતિયાઓ મારફતે વેચાણ કરીને સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું પોલીસે જે આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે તેમાં શામલાલ બકતા રામ મહેસાણા જેલ,દિનેશ બંતીલાલ ખટીક મહેસાણા જેલ,અરવિંદ ઉત્તમ રાજપુક જામનગર જિલ્લા જેલ રાકેશ પાર્શ્વનાથ ઠાકોર મધ્યસ્થ જેલ અમદાવાદ બિલકેશ દિનેશ ખટીક જિલ્લા જેલ નડિયાદ ભેરૂલાલ સોહનલાલ ખટીક પાલનપુર જેલ અને શંકર સોહનલાલ પાલરા ભુજ જેલનો સમાવેશ થાય છે.


Share to