નવજાેત સિંહ સિદ્ધુને જેલ મુક્તિ પહેલા જ ઝટકો; ઢ હટાવીને રૂ કેટેગરીની સુરક્ષા અપાઈ

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૧
૩૪ વર્ષ જૂના મામલે પટિયાલા જેલમાં ૧ વર્ષથી સજા ભોગવી રહેલા નવજાેત સિંહ સિદ્ધુને મુક્ત કરવામાં આવશે. આ મામલે તેમના સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટ પર ટિ્‌વટ કરીને માહિતી શેર કરવામાં આવી હતી. આ વચ્ચે સિદ્ધુની સિક્યોરિટીને લઈને માહિતી મળી રહી છે. કોંગ્રેસ નેતાની ઝેડ સિક્યોરિટી હટાવીને વાય કેટેગરીની સિક્યોરિટી કરી દેવામાં આવી છે. ૨૦ મે ૨૦૨૨ના રોજ સિદ્ધુને રોડ રેજ કેસમાં ૧ વર્ષની સજા સંભળાવામાં આવી હતી. આ સજા આજે પૂરી થઈ ગઈ છે. હવે થોડા જ કલાકની અંદર તેઓ જેલમાંથી બહાર આવશે. નવજાેત સિંહ સિદ્ધુ પંજાબની રાજનીતિમાં મોટું નામ માનવામાં આવે છે. તેઓ હંમેશા લાઈમલાઈટમાં રહ્યા છે. બીજેપીમાં હતા ત્યારે પણ સિદ્ધુ હંમેશા હેડલાઈન્સમાં રહ્યા હતા અને હવે કોંગ્રેસમાં પણ તેમની ગણતરી દિગ્ગજ નેતા તરીકે થાય છે. સિદ્ધુએ પોતાને રાજકીય રીતે ખૂબ જ મજબૂત બનાવ્યા છે. ભાજપમાંથી ત્રણ વખત લોકસભાની ચૂંટણી લડ્યા બાદ પણ તેમણે કોંગ્રેસમાં જાેરદાર એન્ટ્રી કરી હતી. સિદ્ધુના આગમનની ખુશીમાં તેમના સમર્થકોએ જાેરદાર તૈયારીઓ કરી છે. બીજી તરફ પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જેલમાં ગયા અને સિદ્ધુને મળ્યા હતા. શમશેર સિંહ દુલ્લો, લાલ સિંહ, મોહિન્દર કેપી અને વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવા સિદ્ધુને મળવા પટિયાલા જેલ પહોંચ્યા હતા. બીજી તરફ જેલમાંથી મુક્ત થયા બાદ સિદ્ધુ કાલી માતા મંદિર અને દુઃખ નિવારણ ગુરુદ્વારામાં માથું નમાવા જઈ શકે છે. થોડા દિવસો પહેલા જ નવજાેત સિંહ સિદ્ધુના પત્ની નવજાેત કૌરે ડેરા બસીમાં મીડિયા સાથે વાત કરતા પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને સીએમ ભગવંત માન પર મોટા આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતુ કે, તેમના પતિને કોઈપણ ગુના વગર ફસાવી દેવામાં આવ્યા છે. જેના કારણે તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. નવજાેત કૌરે કહ્યું કે, તેમના પતિને ફસાવવાનો આખો મામલો રાજનીતિથી પ્રેરિત છે. સીએમ માન પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, સિદ્ધુની નિર્દોષતાનો પુરાવો ધરાવતી પેન ડ્રાઈવ તેમને આપવામાં આવી હતી પરંતુ સીએમ દ્વારા તેની કોઈ નોંધ લેવામાં નહોતી આવી.


Share to