September 7, 2024

કેરલના કોઝિકોડ એરપોર્ટ પરથી કસ્ટમ અધિકારીઓએ કરોડોના સોના સાથે ચાર આરોપીની ધરપકડ કરી!..

Share to


(ડી.એન.એસ),કોઝિકોડ,તા.૧
એર કસ્ટમ વિભાગે કેરળના કોઝિકોડ એરપોર્ટ પરથી ૩.૫ કિલો સોનું જપ્ત કર્યું છે. કસ્ટમે ચાર લોકો પાસેથી આ જપ્તી કરી છે. આ તમામ સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતનો પ્રવાસ કરીને કેરળ આવ્યા હતા. જપ્ત કરાયેલા સોનાની કિંમત ૨ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. વિભાગે જણાવ્યું કે આ સોનું ભારતમાં દાણચોરી કરીને લાવવામાં આવ્યું હતું. કેટલાક પોતાના શરીરની અંદર તો કેટલાક પોતાના જૂતાની અંદર સોનું છુપાવીને લાવી રહ્યા હતા.કસ્ટમ વિભાગે કેરળના મલ્લપુરમ કરુલાઈના રહેવાસી ૩૦ વર્ષીય મોહમ્મદ ઉવૈસીલ પાસેથી ચાર કેપ્સ્યુલ રિકવર કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે તેણે કેપ્સ્યુલ્સ પોતાના શરીરની અંદર છુપાવી દીધી હતી. વિભાગે તેને પકડી પાડતાં દાણચોરે કેપ્સ્યુલની અંદર સોનું સંતાડી દીધું હતું. સાઉદી અરેબિયાના જેદ્દાહથી આવેલા રહેમાન નામના વ્યક્તિ પાસેથી ૧,૧૦૭ ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. તે ચાર કેપ્સ્યુલ લઈને પણ આવ્યો હતો અને કેપ્સ્યુલની અંદર સંતાડેલું સોનું રાખ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે રહેમાન કેરળના મલપ્પુરમનો રહેવાસી છે.ત્રીજા કેસમાં કસ્ટમ વિભાગે ૧ કિલો અને ૬૧ ગ્રામનું સોનું જપ્ત કર્યું છે. આ વ્યક્તિએ શરીરની અંદર અને મોજાની અંદર ચાર કેપ્સ્યુલ છુપાવી હતી. તસ્કરની ઓળખ ઉનિચલ મેથલ વિજિત તરીકે થઈ છે. તે સંયુક્ત આરબ અમીરાતના અબુધાબીથી એર અરેબિયાની ફ્લાઈટમાં ભારત આવ્યો હતો. કસ્ટમે આ વ્યક્તિ પાસેથી એક કિલોગ્રામથી વધુ સોનું જપ્ત કર્યું છે અને તે કોઝિકોડના કુદરંજીનો રહેવાસી છે.ચોથા કેસમાં કસ્ટમ વિભાગે ઓસંકુનાથ શફીક નામના વ્યક્તિ પાસેથી ૯૦૧ ગ્રામ સોનું જપ્ત કર્યું છે. તે મલપ્પુરમનો રહેવાસી છે અને દુબઈથી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ભારત આવ્યો હતો. તેણે પોતાના સામાનમાં સોનું છુપાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે જપ્ત કરાયેલું સોનું સાફ કરવામાં આવશે અને મુસાફરોની ધરપકડ કરવામાં આવશે. કસ્ટમ વિભાગ આ કેસમાં વધુ તપાસ કરી રહ્યું છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટ ને ચાર લોકો પાસે થી બે કરોડ રૂપિયાની કિંમત સોનાને જપ્ત કર્યુ છે. સત્તાધીશોને સોનાની કિંમત બે કરોડ રૂપિયાએ આંકી છે. ત્યારે આ સોનાને શરીરની અંદર એવી રીતે છુપાવીને લાવવામાં આવ્યુ હતુ કે જે જાેઈને કસ્ટમ વિભાગના લોકો પણ ચોંકી ગયા હતા.


Share to

You may have missed