પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક મોટો અને મહત્વનો ચુકાદો આપ્યોપતિ જાે ભીખ માગતો હોય તો પણ પત્નીને ભરણપોષણ આપવું તેની જવાબદારી ઃ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ

Share to


(ડી.એન.એસ)ચંડીગઢ,તા.૦૪
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે દ્વારા એક કેસ નો ચુકાદો આપ્યો છે, તેમાં ખુબજ મોટું અને મહત્વ નું કહી શકાય તેવું નિવેદન પણ આપ્યું છે. આમ જાેવા જઈએ તો મોટા ભાગે છુટાછેડા ના કેસો માં અથવા કોઈ અન્ય કારણથી પતિ-પત્નીની વચ્ચે જ્યારે સંબંધ નથી રેહતો, તો તે સમયે સૌથી વધારે અસર મહિલા પર પડે છે. તેને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મોટા ભાગે જાેવા મળ્યું છે કે, મહિલાઓ ઘરથી બહાર નીકળી નોકરી કરી શકતી નથી. તેનો તમામ સમય ઘરની દેખરેખ અને જવાબદારી નિભાવવામાં નીકળી જાય છે. પતિ મોટા ભાગે કમાતો હોય છે. ત્યારે આવા સમયે અલગ થયા બાદ મહિલાઓની સામે ભરણપોષણ કરવાનો એક મોટુ સંકટ ઊભું થઈ જાય છે. પતિથી અલગ થયા બાદ મહિલાઓ અચાનક ન તો જાેબ કરવા લાગે છે, ન તો તેમને નોકરી મળી જાય છે. તે અચાનક ઘરનું કામ છોડીને કામ પણ નથી કરતી. ત્યારે આવા સમયે આવકનું સાધન ન હોવાથી મહિલાઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એક કેસની સુનાવણી દરમ્યાન પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે કહ્યું કે, પતિ જાે ભીખ માગતો હોય તો પણ તેને પત્નીને ભરણપોષણ આપવું પડશે. આ તેની નૈતિકતા અને કાનૂની જવાબદારી છે. હકીકતમાં જાેઈએ તો, હાઈકોર્ટમાં ચરખી દાદરી ફેમિલી કોર્ટના આ ચુકાદા પર સુનાવણી થઈ રહી હતી, જેમાં પતિને ભરણપોષણ તરીકે ૫ હજાર રૂપિયા દર મહિના આપવાનો નિર્દેશ હતો. બાદમાં આ ર્નિણયથી હાઈકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો. સુનાવણી બાદ હાઈકોર્ટે પતિની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટનું કહેવું હતું કે, પતિ જાે વ્યવસાયે ભિખારી કેમ નથી, પણ તેને પત્નીને ભરણપોષણ આપવું જાેઈએ. હકીકતમાં પતિ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવાયું હતું કે, તેની આવક ખૂબ જ ઓછી છે. ત્યારે આવા સમયે તે પત્નીને ભરણપોષણ આપવા માટે અસમર્થ છે. પતિનું કહેવું હતું કે, પત્ની પાસે કમાણીનું સાધન છે. તેમ છતાં પણ તે ભરણપોષણ માટે ડિમાન્ડ કરી રહી હતી. કોર્ટે પતિની દલીલો સાંભળ્યા બાદ પત્નીના હકમાં ચુકાદો આપ્યો. હાઈકોર્ટે એવું પણ કહ્યું કે, આજે મજૂરી કરનારા શખ્સ પણ દરરોજના ૫૦૦ રૂપિયા કમાણી કરી શકે છે. ત્યારે આવા સમયે ૫ રૂપિયાની રકમ કંઈ વધારે નથી.


Share to