December 6, 2024

પાકિસ્તાનમાં રાશન વિતરણ દરમિયાન નાસભાગ, ૧૧ લોકોના મોત થયા, ૭ થી વધુ ઘાયલ

Share to


(ડી.એન.એસ)કરાચી,તા.૦૪
ગરીબી, બેરોજગારીથી પીડિત પાકિસ્તાનમાં સામાન્ય લોકો માટે હવે પોતાનું ગુજરાન ચલાવવું અઘરું બની ગયું છે. લોકો ને રાશન માટે ઠેર-ઠેર ભટકી રહ્યા છે. પાકિસ્તાનના કરાચી શહેરમાં શુક્રવારના રોજ મફત રાશન વિતરણ અભિયાન દરમિયાન ખુબજ મોટી સંખ્યા માં લોકો ઉમટી પડ્યા હતા અને નાસભાગમાં મહિલાઓ અને બાળકો સહિત લગભગ ૧૧ લોકોના મોત થયા હતા અને ૭ થી વધુ લોકો ઘાયલ થયા હતા. સુત્રો પાસે થી મળી રહેલા સમાચાર મુજબ રાશન વિતરણ કેન્દ્રમાં નાસભાગ દરમિયાન મહિલાઓ અને બાળકો સહિત ઘણા લોકો બેહોશ થઈ ગયા હતા. અહેવાલો અનુસાર, આ ઘટના કરાચીના જીૈં્‌ઈ (સિંધ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડિંગ એસ્ટેટ) વિસ્તારમાં બની હતી. રોકડની તંગીવાળી પાકિસ્તાની સરકારે મફત રાશન વિતરણ ઝુંબેશ શરૂ કર્યા પછી કરાચીમાં સરકારી વિતરણ કેન્દ્રમાં ઘણા લોકો ઉમટ્યા પછી મૃત્યુ અને ઇજાઓ નોંધાઈ હતી. છેલ્લા અઠવાડિયે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સરકાર દ્વારા સંચાલિત મફત લોટ વિતરણ ઝુંબેશ દરમિયાન આવી જ નાસભાગમાં ચાર વૃદ્ધ લોકોએ જીવ ગુમાવ્યાના દિવસો બાદ તાજેતરની દુર્ઘટના બની છે. આજની ઘટના સિવાય પાકિસ્તાનના અન્ય પ્રાંતોમાં તાજેતરના અઠવાડિયામાં ૧૧ લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મીડિયા સુત્રો ને ટાંકી ને કહેવામાં આવ્યું છે કે ટ્રક અને વિતરણ કેન્દ્રોમાંથી લોટની હજારો બોરીઓ પણ લૂંટવામાં આવી છે.


Share to

You may have missed