October 15, 2024

ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાંથી અવૈધ રીતે રેતી ખનન અને તેનું વહન ચરમસીમાએ પહોંચ્યું..

Share to

ઝગડીયા ::31-03-2023

ગ્રામજનોએ જનતા રેડ કરી નાના વાસણા ગામ પાસે ઓવરલોડ પાણી નીતરતી અને રોયલ્ટી વગરની ટ્રકો ઝડપી છે.

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તાર માં રેતી ઉલેચવાની ગેરકાયદેસરની પ્રવૃત્તિ છડે ચોક ચાલી રહી છે, તેમ છતાં આખા જિલ્લાનું જવાબદાર વહીવટી તંત્ર આંખ આડા કાન કરી કેમ કોઈ પગલા ભરતું નથી તે પ્રશ્ન ચર્ચા રહ્યો છે ! નાના વાસણા ગામ ખાતે સ્થાનિક ગ્રામ લોકોએ જનતા રેડ કરી આવા રેતી માફીયાઓ સામે રણસીંગુ ફૂંક્યું છે આજરોજ ગ્રામજનોએ ઓવરલોડ પાણી નીતરતી રેતી વહન કરતી ટ્રકો અટકાવી હતી જેના પગલે લીઝ સંચાલકો તથા ટ્રક ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ગ્રામજનોએ પકડેલી ટ્રકોના પગલે બાકીના ટ્રક ચાલકો ઓવરલોડ રેતી ખાલી કરી છુ મંતર થઈ ગયા હતા અને ટ્રક લોડિંગ અટકાવવાની ફરજ લીઝ સંચાલકોને પડી હતી. પકડેલી ટ્રકોને જવાબદાર તંત્રને સોંપવા માટે જનતા રેડ ના “”આગેવાન જયરાજસિંહ રાજે જિલ્લાના તમામ જવાબદાર અધિકારીઓને ફોન કર્યા હતા પરંતુ ભૂસ્તરશાસ્ત્રી, રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા તેમના કોઈ કોલ રીસીવ નહીં કરી કોઈ જવાબ આપ્યો નથી“””

આખરે જિલ્લા કલેકટરને ટેલિફોનિક જાણ કરવામાં આવતા તેમણે તાત્કાલિક પગલાં ભરવાની અને ઝડપાયેલ ટ્રકોને સામે કાયદેસરની કાર્યવાહી કરવાની હૈયાધારણ આપી હતી. હાલ તો આ લખાય છે ત્યારે તે વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ની ટ્રકો ગ્રામજનો એ જનતા રેડ કરી સવારે ૧૧:૦૦ કલાકે પકડી હતી અને ત્યારબાદ કલેક્ટર સાથે ટેલિફોનિક વાત કરી હતી અને તેમણે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું ત્યારબાદ ભૂસ્તર વિભાગ નો પણ આગેવાનો પર ફોન આવ્યા હતા કે અમે આવીએ છીએ પરંતુ એ કોલ આવ્યા ને પણ ચાર કલાકથી વધુ સમય વીતી ગયો છતાં હજુ સુધી ગ્રામજનોએ જનતા રેડ કરી ઝડપેલી ટ્રકો સામે કાર્યવાહી કરવા જવાબદાર ભૂસ્તર વિભાગ આવ્યું નથી.


Share to

You may have missed