*ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની આગલી પહેલ ″ મહિલા આરોગ્ય કેમ્પ″ *જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાકા બા હોસ્પિટલ, હાંસોટના સહયોગથી ઝનોર ખાતે મહિલા આરોગ્ય કેમ્પનું સફળ આયોજનજિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાએ મહિલા આરોગ્ય કેમ્પનું ઉદ્ઘાટન કર્યું

Share to



ભરૂચ – શુક્રવાર- જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાકા બા હોસ્પિટલ, હાંસોટના સહયોગથી ″ મહિલા આરોગ્ય કેમ્પ″ આજરોજ NTPC મેડિકલ સેન્ટર ઝનોર ખાતે યોજાયો હતો.
જિલ્લા વહિવટી તંત્ર ભરૂચની આગવી પહેલના ભાગરૂપે NTPC ઝનોર તા.જી.ભરૂચ ખાતે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રાત્રી – સભાના ઉપક્રમે મહિલા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જ્યાં આજરોજ ઝનોર ખાતે જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાએ મહિલા આરોગ્ય કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ મહિલા આરોગ્ય કેમ્પ અંતર્ગત સર્વાઈકલ કેન્સર નિદાન, તેમજ અન્ય બિમારીઓનું નિદાન કરવામાં આવ્યું હતું.
તે ઉપરાંત કાર્યક્રમમાં ઈ- શ્રમ કાર્ડ, NFSA લાભાર્થી, ગંગા સ્વરૂપા યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના,બાલ શક્તિ યોજના, મુખ્યમંત્રી માતૃ શક્તિ જેવી વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર, અને કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજુબાજુના ૧૭ ગામોની મહિલાઓએ કેમ્પનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબેન વસાવા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન આરતીબેન પટેલ, ઝનોર ગામના સરપંચશ્રી મંજુલાબેન વસાવા, આસી.કલેક્ટર શ્રી કલ્પેશ શર્મા, શ્રી પ્રાંત અધિકારી શ્રી યુ.એન.જાડેજા, તાલુકા વિકાસ અધિકારી,તેમજ જનરલ મેનેજર NTPC તથા અન્ય અગ્રણીઓ અને આજુબાજુના મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.


Share to