November 22, 2024

દૂધધારા ડેરીના સતત પાંચમી વખત ચેરમેન તરીકે નિયુક્ત થવા બદલ સરદાર પટેલ પાટીદાર સમાજના અગ્રણીઓએ ઘનશ્યામભાઈને શુભેચ્છા પાઠવી હતી.

Share to

શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ ભરૂચ નર્મદા જિલ્લાના અગ્રણીઓએ  ઘનશ્યામભાઈ પટેલ ને શુભેચ્છા પાઠવી.

ભરૂચ અને નર્મદા જિલ્લાના સહકારી પીઢ આગેવાન નર્મદા સુગર ધારીખેડાના ચેરમેન, દૂધધારા ડેરી ભરૂચના ચેરમેન, પાટીદાર સમાજના આગેવાન ઘનશ્યામભાઈ પટેલ ની દૂધધારા ડેરી ભરૂચ ખાતે સતત પાંચમી વખત ચેરમેન તરીકે નિયુક્તિ થવા પામી છે. સહકારી પીઢ આગેવાન એવા ઘનશ્યામભાઈ ને ઠેર ઠેર થી શુભેચ્છા સંદેશ મળી રહ્યા છે. ભરૂચ થી સંચાલિત એવો શ્રી સરદાર પટેલ સેવા સમાજ ભરૂચ અને નર્મદા જિલ્લા ના હોદ્દેદારોએ ઘનશ્યામભાઈને ચેરમેન નિયુક્ત થવા બદલ મોમેન્ટો પાઠવી, પુષ્પ ગુચ્છ પુષ્પ માલા અર્પણ કરી શુભેચ્છા પાઠવી હતી. ભરૂચ તથા નર્મદા જિલ્લાના ભરૂચ જંબુસર આમોદ વાગરા ઝઘડિયા નાંદોદ જિલ્લાના અગ્રણીઓ આજરોજ ઘનશ્યામભાઈ પટેલને શુભેચ્છા પાઠવવા માટે નર્મદા સુગર – ધારીખેડા પહોંચ્યા હતા જ્યાં સૌને પુષ્પગુચ્છ અર્પણ કરી ઘનશ્યામભાઈને શુભેચ્છા પાઠવી હતી.


સમાજના ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે ઘનશ્યામભાઈ સહકારી અને રાજકીય પ્રવૃત્તિઓ થકી નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોને, સર્વ જન સમુદાયને લાભદાયી કાર્યો સેવા કરેલ છે, પાટીદાર સમાજ આનંદની લાગણી અનુભવે છે, આપ નિરંતર આવા કાર્ય કરતા રહો અને આપનું સ્વાસ્થ્ય સુઘડ રહે તેવી અભ્યર્થના તેવો સંદેશ પાઠવ્યો હતો.
ભરૂચ અને નર્મદાના સ્થાનિક પાટીદાર સમાજ સંગઠિત છે જ પરંતુ વધુ સંગઠિત કેવી રીતે બની શકે, આગામી દિવસોમાં સમાજના યુવાનો માટે રમત ગમત અને સમુહ લગ્નો જેવા કાર્યક્રમ ને લગતા કાર્યક્રમ કરવા બાબતે ચર્ચા થઈ હતી, જેમાં વિવિધ મુદ્દાઓ આગેવાનોએ ચર્ચા કરી તેના અમલીકરણ માટે પ્રયાસો કરવા, આગામી દિવસોમાં ભરૂચ ખાતે એક મીટીંગ નું પણ આયોજન થાય તેવું નક્કી કરવામાં આવ્યું છે.

#DNSNEWS

રિપોર્ટર – સતીશ વસાવા ઝગડીયા


Share to