October 17, 2024

ઝઘડીયા તાલુકાના સેલોદ ગામે નિશાળ ફળીયામાં જુગાર રમતા 5 આરોપીને  ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ..

Share to


ઝગડીયા -10-03-2023

પોલીસ મહેનિર્દેશક સાહેબશ્રી અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્રારા હોળી ધુળેટીના તહેવાર અનુસંધાને દારૂ તેમજ જુગારની પ્રવૃત્તિ અટકાવવા સારૂ
સ્પેશ્યલ પ્રોહી/જુગાર ડ્રાઇવ રાખવામા આવેલ જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ ડો.લીના પાટીલ  દ્વારા જીલ્લામાં
પ્રોહી જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી પ્રોહીબિસન જુગારની પ્રવૃતિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે.પોલીસ ઇન્સપેક્ટરશ્રી ઉત્સવ બારોટ એલ.સી.બી.ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહીબિસન જુગારના કેશો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવતા   પો.સ.ઇ. એમ.એમ.રાઠોડ એલ.સી.બી. ભરૂચની ટીમ ઝઘડીયા જી.આઇ.ડી.સી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી આધારે સેલોદ ગામે નિશાળ ફળીયામાં જુગાર અંગે સફળ રેઇડ કરી અંગઝડતીના તથા દાવ
પરના રોકડા કુલ રૂ. 29,310/- ના મુદ્દામાલ સાથે 5 આરોપીને ઝડપી પાડી તથા ૬ આરોપીને વોન્ટેડ જાહેર કરી જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી..
પકડાયેલ આરોપી-


(૧) શૈલેશભાઇ મગનભાઇ પટેલ રહે, સેલોદ નિશાળ ફળીયું તા-ઝઘડીયા જી-ભરૂચ
(૨) કૃણાલભાઇ ઝીણાભાઇ પટેલ રહે, નાંગલ કુંભાર ફળીયું તા-અંક્લેશ્વર જી-ભરૂચ
(૩) રક્ષિતભાઇ છગનભાઇ પટેલ રહે, અવાદર નવી વસાહત તા-અંક્લેશ્વર જી-ભરૂચ
(૪) હિતેશભાઇ મોહનભાઇ પટેલ રહે, અવાદર નવી વસાહત તા-અંક્લેશ્વર જી-ભરૂચ
(૫) ધવલભાઇ પ્રમોદભાઇ પટેલ રહે, સરદારપુરા પટેલ ફળીયું તા-ઝઘડીયા જી-ભરૂચ
વોન્ટેડ આરોપી-
(૧) ધર્મેશભાઇ ઉર્ફે લાલુ વસાવા જેના પિતાનું નામ જણાઇ આવેલ નથી. રહે, સેલોદ તા-ઝઘડીયા
જી-ભરૂચ
(૨) ઉતસબ ઉર્ફે ઉમેશભાઇ શાંતીલાલ વસાવા રહે, સેલોદ તા-ઝઘડીયા જી-ભરૂચ
(૩) રણજીતભાઇ ઉર્ફે બાબર ચંદુભાઇ વસાવા રહે, સેલોદ તા-ઝઘડીયા જી-ભરૂચ
(૪) અનિલભાઇ ઉર્ફે બોડીયો ઠાકોરભાઇ પટેલ રહે, સેલોદ તા-ઝઘડીયા જી-ભરૂચ
(૫) ધર્મેશભાઇ શાંતીલાલ વસાવા રહે, સેલોદ તા-ઝઘડીયા જી-ભરૂચ
(૬) કિશનભાઇ વસાવા જેના પિતાનું નામ જણાઇ આવેલ નથી. રહે, સેલોદ તા-ઝઘડીયા જી-ભરૂચ

રિપોર્ટર – સતીશ વસાવા ઝગડીયા

#DNSNEWS


Share to

You may have missed