September 16, 2024

નેત્રંગ તાલુકામાં ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબુર..

Share to

  • ૧૧૦ પ્રા.શાળાના ૧૩૯ ઓરડાઓ જજઁરીત-ખંડેર હાલતમાં,તંત્ર હજુ કોઈ દુર્ઘટના ની રાહ જોઈ બેઠું હોઈ તેમ લાગી રહ્યું છે..
  • પ્રાથમિક,માધ્યમિક-ઉ.માધ્યમિક શાળાઓમાં શિક્ષકો-આચાયઁ નથી. ભરૂચ-નમૅદા જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં અપુરતી શૌક્ષણિક કાયૅની સુવિધાના અભાવે દિન-પ્રતિદિન ગરીબ પરીવારના બાળકોનું ભવિષ્ય અંધકાર તરફ ધકેલાઇ રહ્યું છે.ગુજરાત રાજય શિક્ષણ બોડૅ ધ્વારા નેત્રંગ તાલુકામાં પ્રાથમિક વિભાગની ૧૧૦ અને માધ્યમિક-ઉ.માધ્યમિક વિભાગની ૧૭ જેટલી શાળાઓ કાયૅરત છે.જેમાં મુખ્યત્વે માધ્યમિક-ઉ.માધ્યમિક વિભાગની કેટલીક શાળાઓમાં છેલ્લા કેટલાક વષૉથી આચાર્ય જ નથી,અને તમામ શાળાઓમાં માત્ર વહીવટ ચાલે તે માટે ઇ.આચાર્યને શાળાનું સુકાન સોંપી દેવામાં આવ્યું છે.શાળાઓમાં સુપરવાઇઝર,ક્લાકૅ-કારકુન અને સેવકમિત્રોની જગ્યા પણ વષૉથી ખાલી છે.

ઉલ્લેખનીય છે કે,ભરૂચ જિલ્લા ના નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ :- ૧૦ ચાલુ વર્ગે સ્લેબ તુટી પડવાની ઘટનામાં ૮ થી વધુ વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થતાં સારવાર અથઁ ખસેડવામાં આવ્યા હતા.જેમાં ૧૧૦ પ્રા.શાળાના ૧૩૯ ઓરડાઓ જજઁરીત-ખંડેર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.એટલે કે ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબુર બન્યા છે. આ બાબતે જવાબદાર અધિકારીઓ-પદાધિકારીઓ સવઁ કરીને શિક્ષણ વિભાગમાં જાણ કરવી જોઈએ નહીંતર જજઁરીત-ખંડેર શાળાના ઓરડાઓ ગમે ત્યારે તુટી પડશે અને વિદ્યાર્થીઓ તેનો ભોગ બનશે તો જવાબદાર કોણ રહેશે તે હાલ લોકમુખે ચચૉય રહ્યું છે.

રિપોર્ટર / વિજય વસાવા નેત્રંગ

#DNSNEWS


Share to

You may have missed