September 18, 2024

“સશક્ત અને સુપોષિત કિશોરી” અભિયાનભરૂચ તાલુકા પંચાયત ખાતે આયોજિત મેળામાં કિશોરીઓને મહિલાલક્ષી યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુંપ્રતિજ્ઞા, સિગ્નેચર પોઈન્ટ તથા સેલ્ફી પોઇન્ટનું પણ આયોજન કરાયું

Share to



ભરૂચ – બુધવાર: ગુજરાત સરકારશ્રીની પૂર્ણા યોજના હેઠળ “સશક્ત અને સુપોષિત કિશોરી” અભિયાન અંતર્ગત સંકલિત મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારીશ્રીની કચેરી, અંકલેશ્વર દ્વારા કિશોરીઓ માટે આજરોજ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા કિશોરીઓને વિવિધ મહિલાલક્ષી યોજનાઓ, પોલીસ વિભાગની કામગીરી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની કામગીરી, આરોગ્ય સહિતના વિષયો પર માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પૂર્ણા યોજના અંતર્ગત આંગણવાડીઓમાં સારી કામગીરી કરનારી કિશોરીઓને ઈનામ આપી સન્માનિત કરાઈ હતી. કાર્યક્રમમાં કિશોરીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
આ સાથે પ્રતિજ્ઞા, સિગ્નેચર પોઈન્ટ તથા સેલ્ફી પોઇન્ટનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમ સ્થળ પર કિશોરીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપતા સ્ટોલ પણ પ્રદર્શિત કરાયા હતા.
બાળ વિકાસ યોજના અધિકારીશ્રીની કચેરી, આઈ.સી.ડી.એસ, ભરૂચ તાલુકા પંચાયત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બાલ વિકાસ અધિકારી સુશ્રી રિવાબા ઝાલા, જિલ્લા મહીલા અને બાળ સુરક્ષા અઘિકારી શ્રી, ભરૂચ પંચાયત તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયત આઈસીડીએસ સુપરવાઈઝર, ડીસમુ કોરડીનેટર, એન.એન. એમ,મહિલા અભયમ 181, સખી વન સ્ટોપ સેન્ટર, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓએ હરખભેર ભાગ લીધો હતો.


Share to

You may have missed