ભોગ બનનારની બહેન સાથે કંઈક વાત કરવા માંગતો હોય તે બાબતે તેને ટોકતા તેની રીસ રાખી હુમલો કર્યો.
ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે રહેતા અને મજૂરી કામ કરતા આસિફ હૈદરભાઈ મલેક ગતરોજ સાંજે બાવાગોર દરગાહ પરથી તેમના ઘરે આવ્યા હતા, ઘરે તેમની બહેને તેમને જણાવેલ કે અસલમ કાલુ સીદી નાઓ મને કાંઈક કહી મારી સાથે વાત કરવા કરતો હતો તેમ જણાવ્યું હતું, જેથી આસિફ મલેકે અસલમ કાલુ સીદી તેના ઘરની સામે જ રહેતો હોય તેના ઘરે જઈને જણાવેલ કે તું મારી બેન ને શું કહેતો હતો ? તેમ પૂછતા અસલમ કાલુ સીદી એકદમ ઉશ્કેરાઇ જઇ આસિફને એવું કહ્યું હતું કે તું અહીંયાથી જતો રહે નહીં તો હું તને મારીશ, તેમ કહેતા આશિફ તેના ઘરે જતો રહ્યો હતો
. બે કલાક બાદ ફરી આસિફ તેના ઘરની બહાર આંગણામાં ઉભો હતો તે વખતે અસલમ કાલુ સીદી તથા અક્રરમ અને તેના સાથે નો બીજો એક માણસ આસિફ પાસે આવેલા અને તે સમયે અસલમે તેના હાથમાંના ચપ્પુ વડે અચાનક આસિફ પર હુમલો કરી તેના બરડાના ભાગે તથા ડાભી કુખના ભાગે ચપ્પુ મારી દીધેલ હતું. અસલમ કાલુ સીદી તથા તેની સાથેના માણસે આસિફ સાથે ઝપાઝપી કરી તેને પકડી રાખેલ હતો, અસલમે ચપ્પુ વડે આસિફને ડાબા ખભા ના ભાગે તથા ડાબા કોણી ના ઉપરના ભાગે પણ ચપ્પુ મારી આસિફને ઇજાગ્રસ્ત કર્યો હતો. આસિફે બૂમાબૂમ કરતા તેની આજુબાજુના માણસો ભેગા થઈ જતા અસલમ કાલુ સીદી, અકરમ તથા બીજો એક ઇસમ ત્યાંથી ભાગી ગયેલ હતા. ઇજાગ્રસ્ત આસિફને ચક્કર આવતા તેને અવિધા સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર અર્થે લઈ ગયા હતા અને વધુ સારવાર અર્થે તેમને ભરૂચ રીફર કર્યો હતો, હાલમાં આસિફની સારવાર ભરૂચ એપેક્ષ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. હુમલાનો ભોગ બનનાર આસિફ હૈદરભાઈ મલેકે (૧) અસલમ કાલુ સીદી (૨) અકરમ તથા એક અન્ય ઈસમ વિરરૂદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
#DNSNEWS
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.