November 21, 2024

ઝઘડીયા તાલુકાના મુલદ ગામની સીમમાં DGVCL ના કેબલ સળગાવી દેતા હજારોનું નુકસાન

Share to

DGVCL દ્વારા મુલદ ટોલટેક્સને વીજ કનેક્શન આપવામાં વપરાયેલા કેબલ તથા બે સ્ટ્રેક જોઈન્ટ સળગાવી દેતા 66,751/- જેટલા રૂપિયાનું નુકસાન..

ઝઘડિયા તાલુકાના મુલદ નેશનલ હાઈવે ઉપર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના ટોલ પ્લાઝા ને DGVCL ઝઘડિયા કચેરી દ્વારા વીજ જોડાણ આપેલ છે. બુધવારના રોજ રાત્રે ફોલ્ટ થતા વીજ પ્રવાહ બંધ થયેલ હતો જેથી ઝઘડિયા કચેરીના જુનિયર ઇજનેર આકાશ સક્સેના તેમની ટીમ ચેકિંગમાં હતા ત્યારે જુનિયર ઇજનેર ના મોબાઈલ પર ટોલ પ્લાઝા ના કર્મચારી દ્વારા વોટ્સએપ થી સળગેલા કેબલના ફોટા મોકલ્યા હતા. વીજ કંપની દ્વારા નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ટોલ પ્લાઝા ને મુલદ ચોકડી થી ટોલ પ્લાઝા સુધી અંડરગ્રાઉન્ડ કેબલ થી વીજ જોડાણ આપેલ છે, જે ટોલ પ્લાઝા થી મુલદની વચ્ચે આવેલ અંડર ગ્રાઉન્ડ કેબલને બહાર બે લોખંડના થાંભલા ઉપરથી લીધેલ જે જગ્યાએ કેબલ સળગાવી દેવાયા હતા તેવા ફોટા તેમને મેસેજ દ્વારા આવતા તેમણે તેમની ટીમને ચકાસણી માટે મોકલ્યા હતા, ત્યારે જાણવા મળ્યું હતું કે મુલદ થી ટોલ પ્લાઝા ની વચ્ચે એક ખેતરના જમીનના સેઢા પર આવેલ અંડરગ્રાઉન્ડ કેબલ જમીનથી બહાર કાઢી બે લોખંડના થાંભલા ઉપર જોડેલ છે, જે બંને લોખંડના થાંભલાની નીચે બંને બાજુના કેબલ સળગાવી દીધા છે, કોઈ અજાણ્યા વિઘ્નસંતોષીઓ દ્વારા બંને પોલ સાથે બે ઇન્કમિંગ અને બે આઉટગોઇંગ એમ કુલ ચાર કેબલ ૪૪ મીટર જેટલા સળગાવી તથા બે આઉટડોર કીટ અને બે સ્ટ્રેટ જોઈન્ટ સળગાવી દઈ વીજ કંપનીને 66.751/- રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે..જેથી ઝઘડિયા વીજ કંપનીના જુનિયર ઇજનેર આકાશભાઈ બળવંતભાઈ સક્સેનાએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

#DNSNEWS


Share to

You may have missed