November 21, 2024

જૂનાગઢ માં અભ્યાસ કરતા_કેરળ રાજ્યના વરુણ સ્કંદન.નો રૂપિયા, ૨૦,૦૦૦કિંમતનો મોબાઈલ ખોવાય જતા પોલીસે શોધીને અરજદારને પરત આપતાજૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો

Share to




💫 *_કેરળ રાજ્યના નિવાસી અને જૂનાગઢ ખાતે અભ્યાસ કરતા વિધાર્થીનો ખોવાયેલ મોબાઇલ ફોન વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા જૂનાગઢ પોલીસ દ્રારા ગણતરીની કલાકોમાં શોધી કાઢેલ._*

💫 _અરજદાર વરુણ સ્કંદન મુળ કેરળ રાજ્યના નિવાસી હોય અને જૂનાગઢ ખાતે અભ્યાસ અર્થે આવેલ હોય, તેઓ જૂનાગઢ બસ સ્ટેન્ડ પાસે કોઇ કામથી ગયેલ હોય તે દરમ્યાન કોઇ ટુ-વ્હીલ ઉપર તેમણે પોતાનો રૂ. ૨૦,૦૦૦/- ની કીંમતનો IQOO Z3 5G મોબાઇલ ફોન રાખેલ હોય, થોડા સમય બાદ તેમનો મોબાઇલ ફોન તે સ્થળ ઉપર જોવા ના મળતા તે અને તેમના મીત્રો વ્યથીત થઇ ગયેલ હતા, અને આ બાબતની જાણ જૂનાગઢ શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એન.એ.શાહ ને કરતા પી.આઇ. એન.એ.શાહ દ્રારા નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને બી ડીવીઝન પો.સ્ટે. દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

💫 _જૂનાગઢ રેન્જના *આઈજી શ્રી મયંકસિંહ ચાવડા* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

💫 _જૂનાગઢ ડી.વાય.એસ.પી. એચ.એસ.ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ બી.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. એન.એ.શાહ, પો.કોન્સ. સંજયભાઇ માલમ તથા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હે.કોન્સ. રામશીભાઇ ડોડીયા, પો.કોન્સ. રાહુલગીરી મેઘનાથી, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી જે સ્થળે તેઓ પસાર થયેલ હતા તે સ્થળના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV* ફૂટેજ ચેક કરતા જે ટુ વ્હીલ ઉપર તેમનો મોબાઇલ ફોન હતો તે ટુ વ્હીલ ચાલક ટુ-વ્હીલ લઇ અને જતા રહેલ. CCTV ફૂટેજ દ્રારા તે ટુ-વ્હીલ ચાલકનો સ્પષ્ટ ચહેરો તથા વાહન નંબર શોધી કાઢેલ._

💫 _જૂનાગઢ બી ડીવીઝન પોલીસ દ્વારા ટુ વ્હીલ ચાલકને શોધી ગણતરીની કલાકોમાં વરુણ સ્કંદનનો રૂ. ૨૦,૦૦૦/- ની કીંમતનો IQOO Z3 5G મોબાઇલ ફોન સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને *વરુણ સ્કંદન દ્રારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો….*_

💫 _જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને બી ડીવીઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં વરુણ સ્કંદનનો રૂ. ૨૦,૦૦૦/- ની કીંમતનો IQOO Z3 5G મોબાઇલ ફોન સહી સલામત પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, *પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.._


મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed