November 21, 2024

ઝઘડીયા તાલુકાના સારસા ગામના ઇસમની ઉજ્જવલા ગેસ જોડાણની અરજી મહિનાઓથી ગુંચવણમાં…

Share to

જિલ્લા કલેક્ટર દ્વારા બે વાર ઝઘડિયા મામલતદારને તાકીદ કરાઇ છતાં પરિણામ શૂન્ય !

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામના રહીશ ગુલામહુશેન ખત્રીએ તેમની પત્નિના નામે ઉજ્જવલા ગેસ જોડાણ અંતર્ગત લાભ મેળવવા બે વાર અરજી કરેલ હતી. ત્યારબાદ અરજદારે ગેસ ડિલરનો સંપર્ક કરતા ડિલરે જણાવ્યું હતું કે તમારી અરજી બાબતે ઓનલાઇન પ્રોસેસ થતી નથી, તમારા અગાઉ કોઇ ડોક્યુમેન્ટ અન્ય ડિલરને આપ્યા હશે તે માટે

ત્યારબાદ અરજદારે ઝઘડિયા ખાતેના ગેસ ડિલરનો સંપર્ક કરતા ત્યાં એમના કોઇ ડોક્યુમેન્ટ સબમિટ થયેલ હતા નહિ એમ જણાયું હતુ. અરજદારે આ બાબતે મુખ્યમંત્રી કાર્યાલય તેમજ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરીને તેમની અરજી સંબંધેની ગુંચવણ ઉકેલાય તેવી માંગ કરી હતી. ત્યારબાદ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી પુરવઠા વિભાગ દ્વારા ઝઘડિયા મામલતદાર કચેરીને લેખિતમાં જાણ કરીને અરજદારને ગેસ જોડાણ મળવામાં જે કોઇ ગુંચવણ ઉત્પન્ન થઇ હોય તે બાબતે બન્ને ગેસ ડિલરો સાથે ચર્ચા કરીને યોગ્ય કરવા જણાવાયું હતું. ત્યારબાદ અરજદાર દ્વારા ઝઘડિયા મામલતદાર તેમજ પ્રાન્ત અધિકારીને રૂબરૂ મળીને તેમના ગેસ જોડાણની અરજી બાબતે મદદરૂપ થવા રજુઆત કરી હતી. આ વાતને પણ લાંબો સમય વિતી ગયો હોવા બાદ પણ અરજદારની ગેસ જોડાણની ગુંચવણમાં પડેલી અરજી બાબતે કોઇ સંતોષજનક પરિણામ તેમજ જવાબ નથી મળ્યો. અરજદાર દ્વારા વધુમાં જણાવાયું છેકે જો તેમને “””ગેસ જોડાણ સંદર્ભે યોગ્ય ન્યાય નહિ મળેતો તેઓ સહ પરિવાર ઝઘડિયા સેવા સદન ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ કરશે“””.

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS


Share to

You may have missed