November 21, 2024

ઝઘડિયાના વણાકપોર ગામની સીમમા શેરડી કટીંગ કરી રહેલ મશીનમાં આગ લાગતા મશીન બડી ને ખાખ…

Share to

ઝઘડિયા ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો.

ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે આજરોજ વહેલી સવારે શેરડી કટીંગ કરી રહેલ મશીનમાં એકાએક આગ ફાટી નીકળી હતી ત્યારબાદની ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે રહેતા ખેડૂત શૈલેન્દ્રસિંહ મકવાણાના ખાડીવગામાં આવેલા શેરડીના ખેતરમાં કટીંગ માટે ધારીખેડા સુગર દ્વારા શેરડી કટીંગ મશીન સાથે એક ટીમ મોકલવામાં આવી હતી, આજરોજ વહેલી સવારે મશીન દ્વારા શેરડી કટીંગ કરવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે મશીનમાંથી એકાએક ધુમાડા નીકળતા મશીનનો ઓપરેટર સમય સૂચકતા સાચવી મશીનમાંથી નીચે ઉતરી ગયો હતો,

ત્યારબાદ શોર્ટ સર્કિટના કારણે આ મશીનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આ વાતની જાણ ખેત માલિકને કરવામાં આવતા ખેત માલિક શૈલેન્દ્રસિંહ મકવાણા દ્વારા ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઝઘડિયા જીઆઇડીસી ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી મશીન પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને શેરડીના ખેતરમાં આગ ફેલાય અને ખેતરમાં વધુ નુકસાન થાય તે પહેલા ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ શેરડી કાપવાનું મશીન આગમાં બળીને ખાખ થયો હતું.

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

#DNS NEWS


Share to

You may have missed