November 22, 2024

માંડવી તાલુકાના બૌઘાન ગામની સીમમાં ધોળે દિવસે દિપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકો માં રાહત અનુભવાય

Share to




રિપોર્ટર નિકુંજ ચૌધરી


માંડવી તાલુકા માં દિપડા દેખાવા એ એક સામાન ઘટના છે પરંતુ આજરોજ ઘોડે દિવસે દિપડો પાંજરે પુરાતા સ્થાનીકોમાં રાહત ની સાથે ચિૅતાનો માહોલ જોવા મડ્યાં હતો.
માંડવી તાલુકાનાં બૌઘાન ગામની સીમમાં તાપી નદીનાં પુલથી પાદરિયા જવાના માર્ગ પર વન વિભાગ દ્વારા શાકિર હજારી નાં ખેતરમાં મૂકાયેલ પાંજરામાં આજરોજ સવારે 11 થી 12 નાં સમયગાડામાં દિપડો પાંજરે પુરાયો હતો. ઉલ્લેખનીય છે કે, ડેપ્યુ સરપંચ શાજીદભાઈ નાં જણાવ્યાં અનુશાર ઘોળે દિવસે દિપડાઓ દેખાતા હોવાની ઘટના છેલ્લા એકાદ મહિનાથી સામે આવી છે. ત્યારે વન વિઊાગને જાણ કરાતા 15 દિવસ પહેલા આ બાબતે પાંજરા ગોઠવાતા એક દિપડો પાંજરે પુરાયો છે, એનાથી બૌઘાન ગામની આસપાસનાં ગામોમાં ચિંતા હડવી થઈ છે, પરંતુ હજીયે આ વિસ્તાર માં અન્ય ઘણાં અવાપ નવાર દિવસ ના અજવાડે પણ ખેતરોમાં ફરતા જોવાયા હોવાનુ સ્થાનીકો જણાવી રહ્યાં હોય ત્યારે, હજીયે સ્થાનીકોમાં રોજીંદા ખેતીકામા માટે ખેતર પાદર જવા માટે દહેશત માં હોવાનું જણાવેલ હતુ. આ સમગ્ર ઘટના બાદ તંત્ર-પ્રશાસન દ્વારા તુરંત યોગ્ય કાર્યવાહી હાથ ઘરવાની માંગ કરાય રહી છે.


Share to