September 7, 2024

ઝઘડિયાની DCM કંપનીમાંથી 20 લાખ રૂપિયા ઉપરાંતની કિમંતનો કોસ્ટિક સોડાને બારોબાર સગેવગે કરી દેવાયો હોવાની પોલીસ ફરિયાદ …

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

મુંબઈના પીવીલીયન બિલ્ડીંગ ખાતે રહેતા જયવિજય મહેતા કેમિકલ ટ્રેડરનો વ્યવસાય કરે છે અને તેઓ ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલી ડી.સી.એમ.કંપનીમાં મુંબઈ સુધી માલ પહોંચાડવાનો મહિનાનો કોન્ટ્રાક્ટ પણ ધરાવે છે. તેમણે સામાનની હેરાફેરી માટે અંકલેશ્વરના અંકલેશ્વરન ટ્રાન્સપોર્ટર સમીર શેખનો સંપર્ક કર્યો હતો. ઝઘડિયામાં આવેલી ડી.સી.એમ. કંપનીમાંથી 30 મેટ્રીકટન કોસ્ટિક સોડા મુંબઇ પહોંચાડવા માટે 60 હજાર ભાડુ નકકી કર્યું હતું. ઝઘડીયાની કંપનીમાંથી કોસ્ટિક સોડા ભરીને ડ્રાયવર અમિત મુકેશ કનેરિયા ગત તારીખ-11મીના રોજ મુંબઈ ખાતે જવા નીકળ્યો હતો.ત્યારબાદ તે સંપર્ક વિહોણો બની ગયો હતો.

ટ્રાન્સપોર્ટરે તપાસ કરતાં ઝઘડીયાથી નીકળેલી ટ્રક ચીખલીની સહયોગ હોટલ પાસેથી ખાલી અને બિનવારસી હાલતમાં મળી આવી હતી. ડ્રાયવર અમિત કનેરીયા તમામ 20.97 લાખનો મુદ્દામાલ સગેવગે કરી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે…


Share to

You may have missed