September 7, 2024

દિવાળી ના તહેવારો ટાણે જ નેત્રંગ તાલુકા ની સસ્તા અનાજ ની દુકાનો પર ૫૦ ટકા જ અનાજ નો જથ્થો.સસ્તા અનાજ ની દુકાનો પર પુરતા પ્રમાણ મા અનાજ નો જથ્થો પહોંચાડવા વાહનો નથી.

Share to



નેત્રંગ.  તા,૧૯-૧૦-૨૦૨૨.

નેત્રંગ તાલુકા ની ૭૮ ગામ ની ગરીબ આદિવાસી પ્રજા ને દિવાળી ના તહેવારો ટાણે જ  પુરવઠા વિભાગ થકી વાહનો ના અભાવે માત્ર પંચાસ ટકા જ અનાજ નો જથ્થો પહોચાડવામા આવતા રોકડ થી તેમજ મફત એક સાથે આપવામા આવતો અનાજ નો જથ્થો નહિ આપતા દુકાનદારો સાથે દિવાળી ના તહેવારો ટાણે ધષઁણ કરતા કાડઁ ધારકો. તહેવારો ટાણે જ સરકારી તંત્ર ના ધાંધીયા ને લઇ ને ભરોસાની સરકાર પર પ્રજાનો છુપો રોષ
નેત્રંગ તાલુકા ની ૭૮ ગામની ગરીબ આદિવાસી પ્રજા ને માટે સરકાર માબાપ થકી સસ્તુ અનાજ આપતી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજ ની દુકાનો ચાલી રહી છે. આ દુકાનો પર સરકાર માબાપ થકી રોકડ થી તેમજ મફત અનાજ આપવાની યોજના ચાલી રહી છે. તાલુકા ના તમામ દુકાનધારકો તાલુકા ની પ્રજા ને અનાજ લેવા માટે બે ટાઇમ ધક્કા ના ખાવા પડે તેને દયાન પર લઇ ને મહિનાની ૧૫ કે ૧૬ તારીખો મા અનાજ વિતરણ કરતા હોય છે.
તેવા સંજોગો મા હાલમા ઓકટોબર માસ ની ૧૯ તારીખ વિતી ગઇ હોવા છતા આજ ની તારીખ મા વાલીઆ પુરવઠા ગોડાઉન પરથી માત્ર પંચાસ ટકા જેટલોજ અનાજ નો પુરવઠો પહોચાડવામા આવ્યો છે. તેવા સંજોગો મા  રોકડથી તેમજ મફત નો અનાજ નો જથ્થો એક સાથે નહિ મળતા સસ્તા અનાજ ની દુકાન ધારકો સાથે લોકો ધષઁણ કરી રહ્યા છે.
પુરવઠા વિભાગ થકી વાહનો મારફત જેતે સંચાલકની દુકાન પર સસ્તા અનાજ નો જથ્થો પહોચાડવાનો હોય છે. જેના માટે પુરતા પ્રમાણ મા વાહનોની વેવસ્થા છે કે કેમ તે જેતે જવાબદાર અધિકારીઓએ જોવાની ફરજ હોય છે અને સમયસર અનાજ નો પુરવઠો દરેક દુકાનધારકો ને મળી રહે છે કે કેમ તે જોવાની પણ જવાબદારી છે.
ત્યારે નેત્રંગ તાલુકા ના ગરીબ આદિવાસી લોકો તહેવારો ની ઉજવણી પોતાના નસીબ મા મળતુ સસ્તુ અનાજ થી કરતા હોય છે. ત્યારે દિવાળી ના તહેવારો ને માંદ બે ત્રણ દિવસ બાકી છે ત્યારે સરકાર માબાપ થકી મફત નુ અનાજ નસીબ થશે કે કેમ તે તો જીલ્લા પુરવઠા અધિકારી જાણે ???
ભરૂચ જીલ્લા સાંસદ મનસુખભાઇ વસાવા, જીલ્લા કલેક્ટરશ્રી યોગ્ય ધટતુ કરાવે તેમજ સમયસર અનાજ નો પુરવઠો મળી રહે તે માટે પુરતા વાહનો નો બંદોબસ્ત કરાવે તેવુ તાલુકા ની પ્રજામા ચચાઁઇ છે.

*દૂરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed