રાજપીપલા,ગુરૂવાર :- યુનાઇટેડ નેશન્સના મહાસચિવ શ્રીયુત એન્ટોનીયો ગુટેરેસે આજે એકતાનગર ખાતે નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા, તેઓશ્રીનું સ્વાગત સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના ચેરમેન શ્રી જે.પી.ગુપ્તા અને મુખ્ય કારોબારી અધિકારીશ્રી રવિશંકરે કર્યું હતું.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રીયુત એન્ટોનિયો ગુટેરેસે સરદાર સાહેબની ચરણ વંદના કરીને પુષ્પાંજલી અર્પી હતી તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોહા કેમ્પેઈન અને વ્યુઇંગ ગેલેરીની પણ શ્રીયુત ગુટેરેસે મુલાકાત કરી હતી.
મુલાકાત પોથીમાં શ્રીયુત ગુટેરેસે પોતાના પ્રતિભાવ નોંધતા જણાવ્યું હતું કે, હું કુદરત સાથે બાથ ભીડવાને બદલે તેને સાનુકૂળ બનવા માટે ભારતીય નેતૃત્વને સલામ કરું છું. ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રમાણે પ્રકૃતિ સાથે માનવના સંવાદના અભિગમને બિરદાવું છું. પ્રધાનમંત્રી શ્રીમાન મોદીજીની પહેલ આ વિષયમાં વધુ એક પાયાનું યોગદાન છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘનું તેને સંપૂર્ણ પીઠબળ રહેશે.
More Stories
*અબડાસા તાલુકાના નલિયા થી ૮ કિલોમીટર ની અંતરે આવેલ મુઠીયાર ગામે શ્રી નીલકંઠ મહાદેવ ની જલાધારી તેમજ રુદ્રી અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.*
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા