October 17, 2024
Share to

રોડ ના પેચીંગ ની કામગીરી ચાલતી હોવાના કારણે એકજ લેન માં વાહનો ચાલતા અકસ્માતો માં વધારો…

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

પ્રાપ્ત માહિતી અનુસાર ઝગડીયા તાલુકાના રતનપુર પાસે કાર અને મીની ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો એકજ લેન માં ચાલતા બે વાહનો સામસામે આવી જતા ગાડી નંબર GJ 21 AA 4828 આઈ ટેન કાર અને મીની ટેમ્પો નમ્બર GJ 16AV 1430 સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો…


સરદાર પ્રતિમા ને જોડતા માર્ગ નું ઘણા કેટલા સમય થી નવીનીકરણ નું કામ ચાલુ હોવાથી અમુક વાર રોડ બ્લોક હોવાથી વાહન ચાલકો રોંગ સાઈડ પર ચાલવા મજબૂર બન્યા છે…ત્યારે આજરોજ ઝઘડિયા તરફથી આવતો એક મીની ટેમ્પો અને રાજપારડી તરફથી આવતી એક આઈટેન કાર સામે ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત મા કાર ચાલકને ઇજા પોહચતા અવિધા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો.. તો કાર તેમજ ટેમ્પા ના આગળ ના ભાગે નુકશાન થવા પામ્યું હતું જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાની નહી થતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો.. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોક ટોળા એકત્રિત થઈ ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ગોકળગતિ એ ચાલતા અંકલેશ્વર થી ઉમલ્લા તવડી સુધી ના માર્ગ જાણે વાહનચાલકો માટે માથાનો દુખાવો થઈ ગયો છે ખરાબ રોડ ના કારણે વાહનો ને નુકશાન તેમજ ધન્ધા નોકરી અર્થે જતા લોકો માટે સમય નો વ્યય થઈ રહ્યો છે.. પરંતુ તંત્ર ને આ બાબતે જાણે ચુપ્પી સાધી રાખી હોઈ તેમ ભરૂચ જિલ્લા ના રોડ રસ્તા ની હાલત દેખ્યા છતા આંખે પટ્ટી બાંધી રાખી છે ત્યારે હવે આ બાબતે તો જનતા એ રાહ જોઈ અને વેઠ કરયા સિવાય કોઈ રસ્તો નથી રહ્યો …

જોકે આ લખાઈ રહ્યુંછે ત્યાં સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી

દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed