September 3, 2024

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની સેવા સોસાયટીના ફટાકડા વેચાણ સ્ટોલનુ તાલુકા પંચાયતના સદસ્યના હસ્તે ઉદઘાટન…

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

મંડળી દ્વારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે રાણીપુરા તથા આજુબાજુના ગામના લોકોને સસ્તા ભાવે ફટાકડા મળી રહે તે અર્થે વેચાણ સ્ટોલ ઊભો કરવામાં આવ્યો..

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની રાણીપુરા ગ્રુપ કો-ઓપરેટીવ મલ્ટીપર્પઝ સોસાયટી છેલ્લા ૬૩ વર્ષથી કાર્યરત છે. સોસાયટી દ્વારા સોસાયટીના સભાસદો તથા સોસાયટીના કમાન્ડ એરિયામાં આવતા ગામના લોકોને વ્યાજબી ભાવે જીવન જરૂરિયાતની વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે મળી રહે તે અર્થે સિઝનલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી રાણીપુરા સોસાયટી દ્વારા વ્યાજબી ભાવે ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે.

સોસાયટી દ્વારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે. આજરોજ રાણીપુરા ગ્રુપ કો.ઓ.મ.પ સો ના ફટાકડા સ્ટોલનું રાણીપુરા ખાતે તાલુકા પંચાયતના સદસ્ય વિશાલભાઈ પટેલના હસ્તે વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સોસાયટીના ડિરેક્ટર્સ સભાસદો ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed