November 21, 2024
Share to

રિપોર્ટ / સતીશ વસાવા ઝગડીયા


ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આવેલ જીઆઇડીસીની એક કંપનીમાંથી કોઇ અજાણ્યા ચોર રૂ, 2,33 લાખનો સામાન ચોરી ગયા હોવાની ઘટના બનવા પામી છે.

ઝઘડિયા જીઆઇડીસીની સિકા ઇન્ડિયા પ્રા.લિ. કંપનીના મેનેજર ભુવેન્દ્રસિંગ ચંદ્રસિંગ કાર્કિ રહે.આજવા રોડ વડોદરાનાએ ચોરીની આ ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તેઓ રજા ઉપર હતા તે દરમિયાન ગત તા. 12 મીના રોજ ફોન દ્વારા તેમને કંપનીમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી.

ત્યારબાદ તેઓ કંપની પર આવ્યા હતા. તપાસ કરતા કંપનીમાં રાખેલ સિગ્નલ વ્હાઇટ પેન્ટ કેમિકલના વિવિધ ડ્રમ તેમજ કંપનીની ઓફિસમાંથી એચ.પી.કંપનીના બે નંગ ઇન્ટેલ કોર-5 પોર્ટેબલ સીપીયુ મળી કુલ રૂ .2,33,100 /- ની કિંમતના સામાનની ચોરી થઇ હતી. ચોરીની આ ઘટના બાબતે ઝઘડિયા પોલીસે કંપનીમાંથી સામાન ચોરી જનાર અજાણ્યા ઇસમ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed