November 22, 2024

સુરત શહેરમાં રમતઉત્સવ ને પ્રોત્સાહન આપવાં માટે રમત ઉત્સવનો સમાપન સમારોહ યોજાશે

Share to






ગુજરાતનાં 6 શહેરોમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતમાં ચાર ગેમ્સનું આયોજન કરવામાં આવશે. ટેબલ ટેનિસ બેડમિન્ટન પંડિત દીન દયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાશે જ્યારે બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ રમતો ડુમસ બીચ ખાતે યોજાશે. આ રમતોત્સવ પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રચાર હેતુ 18મી સપ્ટેમ્બરે સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગામઠી રમતો અને ઝુમ્બાં સ્કેટિંગ, સાયકલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 36મી નેશનલ ગેમ્સનો સમાપન સમારોહ સુરતમાં યોજાનાર હોવાથી આ સમાપન સમારોહમાં ગુજરાત સહિત દેશના નામાંકિત રમતવીરોને આમંત્રિત કરવામાં આવશે.
સ્પોર્ટ્સ કાર્નિવલ 18 થી 20 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે
સુરત મહાનગર પાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું હતું કે 18 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી સુરતમાં સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવશે. ગામઠી રમતોની સાથે સાથે ગીતોત્સવ અને વિવિધ સ્પોટ એસોસિએશન દ્વારા અનુવ્રત દ્વારથી વીઆઈપી જંકશન સુધીના કેનાલ પાથ પર સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવશે. જ્યારે સાયકલ અને સ્કેટિંગ રેલી અને રાષ્ટ્રીય રમતો આધારિત પરેડ યોજાશે. સુરત પ્રથમ વખત આવી રમતોનું આયોજન કરી રહ્યું છે. કોઈ કસર બાકી ન રહે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દેશભરમાંથી ખેલાડીઓ ભાગ લેશે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે ટેબલ ટેનિસમાં બહારથી 117 ખેલાડીઓ આવવાના છે. તેમાં સામેલ વિવિધ રમતોમાં દેશભરમાંથી વિજેતાં ખેલાડીઓ સુરત આવશે. આ તમામ ખેલાડીઓનાં રહેવાં સહિતની તમામ વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવશે. ખેલાડીઓ નવરાત્રી ઉત્સવને માણી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ સાથે સુરતીઓ માટે ગેમ્સની મજા માણવા માટે અલગથી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને મોટી સંખ્યામાં સુરતીઓ આ રમતોનો લાભ લેશે તેવી અપેક્ષા છે.


રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત


Share to