November 21, 2024

નેત્રંગ ચાર રસ્તા ખાતે ખુલ્લેઆમ બેફામ પાર્ક કરતાં વાહનો સામે પોલીસ તંત્ર લાચાર….

Share to

#DNS NEWS

નેત્રંગ ના ચાર રસ્તા ઉપર ટ્રાફિક નિયમન ન કરાવતા જવાન સગા સંબંધી ના હાલચાલ પૂછવામાં રહે છે મશગુલ !…

ભરૂચ જિલ્લા નો નેત્રંગ તાલુકો 24 કલાક વાહનો થી ધમધમતો રહે છે ત્યારે મહારાષ્ટ્ર, બારડોલી,સુરત અંકેલેશ્વર, રાજપીપલા વડોદરા અમદાવાદ તરફ જતા વાહનો મોટા માલવાહક કન્ટેનરો પણ આજ ધોરી માર્ગ નો ઉપયોગ કરતાં હોઈ છે ત્યારે નેત્રંગ ની વચ્ચે થી પસાર થતા આ ધોરી માર્ગ પર આવેલ ચાર રસ્તા ઉપર પોલીસ દ્વારા કોઈ પણ જાતનું ટ્રાફિક નિયમન નું પાલન કરાવવામાં આવતું નથી પોલીસ જવાન અને TRB ના જવાનો માત્ર પોતાના નોકરી ના કલાકો પસાર કરી ને હાસ્કારો માનતા હોઈ તેમ લાગી રહ્યું છે નેત્રંગ ચાર રસ્તા ખાતે અનેક દુકાનો અને શાકભાજી ની લારી ગલ્લા વાળા હોઈ છે જેથી આજુ બાજુ થી આવતા ગ્રાહકો તેઓ નું વિહિકલ જેમ તેમ મૂકી દેતા હોઈ છે જેના કારણથી પસાર થતા વાહનો ને પરેશાની ભોગવાનો વારો આવી રહ્યો છે..

જોકે સ્વાભાવિક છે કે આ લારી ગલ્લા વાળા તેઓ રોડ ઉપરની સાઈડ માં ઉભા રહી ને પોતાનો ધન્ધો કરતાં હોઈ છે પરંતું વાહનો ને સરખી જગ્યા ઉપર પાર્ક કરવા તે એક વાહન લઈ આવતા ખરીદારો એ સમજવાની વાત હોઈ છે તો બીજી તરફ ટ્રાફિક ન થાય અને સુચારુ રૂપ થી વાહન ચોકડી ઉપર થી પસાર થાય અને વધુ વાહનો એકઠા ના થાય તે માટે પોલીસ ના કર્મચારીઓ ને આ સ્થળ ઉપર મુકવામાં આવ્યા છે પરંતું આ જવાનો માત્ર ને માત્ર ખાના પૂરતી કરતાં હોઈ તેમ પરિચિત લોકો મળતા ની સાથેજ વાતો ના વાંટોળે લાગી જતા હોઈ છે..અને પોતાની શુ ફરજ છે તે પણ ભૂલી જતા હોઈ છે અને કોઈ તેઓ નો ફોટો અથવા વિડિઓ ઉતારવા લાગે છે તો પોતાની ફરજ યાદ આવી જાય છે

ત્યારે સવાલ એ છે કે કોઈ કહેશે તોજ કરીશુ બાકી અમે અમારી મસ્તી માંજ રહીશુ ત્યારે સવાલ એ છે કે ભરૂચ જિલ્લા ના નવનિર્મિત બનેલ નેત્રંગ તાલુકાને પોલીસ સ્ટેશન ફાળવતા ત્યાં પોલીસ અધિકારીઓ ને પણ મુકવામાં આવેલ છે પરંતું તેઓ માત્ર પોતાની ચેમ્બર માંજ બેસી રહી સમજે છે કે મારાં હદ વિસ્તાર માં બધું સુચારુ રૂપ થી ચાલે છે પરંતું અધિકારીઓ જો કોઈક વાર પોતાના કર્મચારીઓ કેવી રીતે કામગીરી બજાવે છે તે પોતે નિહાળી અને તેઓ ને તેઓની ફરજ કેવી રીતે નિભાવે છે તે જોવું જોઈએ.. જો વાત કરવામાં આવે તો ઘણા કેટલા સમય થી નેત્રંગ તાલુકાને ટ્રાફિક ની સમસ્યા નળી રહી છે ત્યારે આવા મુદ્દા ને લઈ પોલીસ પ્રસાશન સાબદું રહી પોતાની ફરજ નિભાવે તે જરૂરી બની ગયું છે…


Share to

You may have missed