રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
બાળકીના પિતાએ સમય પર દોડીને તેને પકડી લીધો
મુળ બહારથી આવીને રોજગાર માટે હાલ ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં રહેતો એક પરિવાર તાલુકાના એક સ્થળે પડાવ નાંખીને રહે છે, અને અન્ય કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ પરિવારમાં એક સાત વર્ષીય બાળકી પણ રહે છે. દરમિયાન પરિવારના સભ્યો રાત્રે અગિયારેક વાગ્યાના સમયે ઝુંપડાની સામે ખાટલા નાંખીને સુઇ ગયા હતા. આ લોકો રાતના ત્રણેક વાગ્યે વરસાદનું ઝાપટું આવતા ઉંઘમાંથી ઉઠ્યા ત્યારે બાળકી તેની પથારીમાં હતી નહિ. તેથી બાળકીના માતાપિતા અને પરિવારના સભ્યો તેને આજુબાજુમાં શોધવા નીકળ્યા હતા. દરમિયાન ત્યારબાદ સાડા ચારેક વાગ્યાના સમયે અંધારામાં એક અજાણ્યો છોકરો આ બાળકીને લઇને ઉભેલો જણાયો હતો. બાળકીના પિતાએ દોડીને તેને પકડી લીધો હતો.
આ છોકરાને પુછતા તેણે તેનું નામ વિશેષ ઉર્ફે છોટુ જીતેન્દ્ર ચૌહાણ હાલ રહે.માંડવા તા.અંકલેશ્વર અને મુળ ઉત્તરપ્રદેશના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બાળકીને પુછતા તેણીએ જણાવ્યું હતુંકે આ છોકરો તેને ઉંચકીને રોડની બાજુમાં લઇ ગયો હતો અને હાથથી તેને મારતો હતો. આ અંગે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરાતા આ છોકરાને પોલીસના માણસો પોલીસ સ્ટેશને લઇ ગયા હતા. આ છોકરો આ બાળકીને કોઇ ગુનાહિત ઇરાદે ઉપાડી ગયો હોવાની શંકા સાથે છોકરીને ઘસડીને તેમજ મારીને ઇજાઓ પહોંચાડતા બાળકીના પિતાએ તેના વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
#દૂરદર્શી ન્યૂઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.