November 21, 2024

ભરૂચ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ ચાવજની આનંદ નિકેતન સ્કૂલ ખાતે યોજાયોકલાનું પ્રદર્શન કરવા રાજ્ય સરકારે કલાકારો માટે અનોખું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે::ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલ

Share to


ભરૂચ:શનિવાર:રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનરશ્રી,યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી – ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ભરૂચ દ્વારા સંચાલિત તથા આનંદ નિકેતન સ્કૂલના સહયોગથી ભરૂચ જિલ્લા કક્ષા કલા મહાકુંભ – ૨૦૨૨-૨૩ યોજાયો હતો.કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી.
આ સમારંભનાં અધ્યક્ષ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંત ભાઈ પટેલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, કલાનું પ્રદર્શન કરવા રાજ્ય સરકારે કલાકારો માટે અનોખું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. જિલ્લાકક્ષાના કલાંમહાકુંભમાં ૩૭ જેટલી કૃતિઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં જિલ્લાના ૯ તાલુકાઓમાંથી વિજેતાઓને જિલ્લાકક્ષાએ પ્રદર્શન કરવાનો તક મળે છે.જિલ્લા કક્ષાએ વિજેતા બનેલ સ્પર્ધકોને પ્રદેશ કક્ષાએ પ્રદર્શન કરવાની તક મળશે.ત્યારબાદ રાજ્ય કક્ષાએ પ્રદર્શન કરવાની તક મળશે.
આ ઉપરાત તેમણે આ પ્રસંગે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા એક મંત્ર આપ્યો હતો..”Practice Like You have Never won, Like You have Never lost.. જેના થકી તેમણે પ્રેક્ટિસનું મહત્વ જણાવતાં કહ્યું કે,એક કાર્ય હજાર વખત પ્રેક્ટિસ કરતાં તે કાર્યમાં મહારથ હાંસલ કરી શકાય છે. વધુમાં સોશિયલ મીડિયાના યુગમાં હવે દુર્ગમ વિસ્તારોમાં માંથી પણ સ્પર્ધકો ભાગ લઈને વિજેતા બને છે.તેમ તેમણે સાંપ્રંત સમયમાં ટેકનોલેજીનો પણ ઉપયોગ કરવાની હિમાયત કરી હતી. આ પ્રસંગે સ્કૂલની છાત્રાઓએ સૈારાષ્ટ્ર પંથકનું ટીપ્પ્ણી નૃત્ય પ્રદર્શીત કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે,જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા કલાકારને રૂ.૧૦૦૦,દ્વિતીય ક્રમે વિજેતાને રૂ.૭૫૦ તથા તૃતીય ક્રમે વિજેતાને રૂ. ૫૦૦ નું રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી મીતાબેન ગવલીએ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી મીતબેન ગવલી, આનંદ નિકેતન સ્કૂલના પ્રિન્સીપાલ શ્રી રામજીનાગરાજન તથા સ્કૂલના શિક્ષણગણ સહીત વિધાર્થીઓ સહીત અન્ય પદાધિકારી તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed